સમુદ્રમાં ડૂબેલી બોટનો અંતિમ વીડિયો, 13 લોકો જીવ બચાવવા પાણીમાં કૂદ્યા - ટગબોટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11901103-thumbnail-3x2-cyclone.jpg)
મુંબઈ: તૌકતે વાવાઝોડાને કારણે સમુદ્રમાં ડૂબી ગયેલી ટગબોટ વરપ્રદામાં સવાર 13 લોકોમાંથી 11 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ગુજરાત અને રત્નાગિરિમાંથી મળી આવેલા 16 મૃતદેહોમાંથી 11 વરાપ્રદા પર સવાર લોકોના હોવાનું જાણવા મળે છે. લગભગ 7 દિવસ પાણીમાં રહેવાને કારણે તેઓને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. તેઓની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. સમુદ્રમાં ડૂબી ગયેલી આ ટગબોટના કેટલાક ભાગો મુંબઈથી 35 કિલોમીટર દૂર મળી આવ્યા છે. આ દરમિયાન વરપ્રદાના ડૂબી જવાનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. બોટ પર સવાર 2 લોકોનો બચાવ થયો છે. જેમાં 50 વર્ષના ચીફ ઈન્જીનિયર ફ્રાંસિસ સાઈમન અને 23 વર્ષના સાહેબ ભૂનિયા સામેલ છે. સાહેબ ભૂનિયાએ જ આ ભયાનક તોફાનનો વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં ટગબોટ પર સવાર સૂરજ ચૌહાણ નામના ડેક કૈડેટની પણ નજર આવી રહ્યા છે. વીડિયોમાં સાહેબ પોતાના સાથી સૂરજને તણાવ ન લેવાનું કહી રહ્યા છે.