આંધ્રપ્રદેશમાં યોજાઈ સ્કેટીંગ સ્પર્ધા, વડોદરાની દિકરી જસ્વી જયસ્વાલે જીત્યો સિલ્વર મેડલ - વિશાખાપટ્ટનમ
🎬 Watch Now: Feature Video
વિશાખાપટ્ટનમ : આંધ્રપ્રદેશમાં દેશના ચાર રાજ્યોના રમતવીરો વચ્ચે સ્કેટીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકાના સ્પર્ધકો જોડાયા હતા. આ સ્પર્ધામાં ગુજરાતના વડોદરાની નાનકડી દિકરી જસ્વી જયસ્વાલે ભાગ લીધો હતો. જેને સિલ્વર મેડલ જીત્યો હતો. આ અંગે સ્પર્ધકના માતાએ પોતાનું સ્વપ્ન પૂર્ણ થયું હોવાનું જણાવ્યું હતુ. તેમજ અહીંની સ્પર્ધા ઉપરાંત વ્યવસ્થાના પણ વખાણ કર્યા હતા.