ETV Bharat / state

"ઝડપની મજા બની મોતની સજા": સુરતના ડાયમંડ બુર્સ પાસે કાર પલટી, એક તરૂણીનું મોત - SURAT ACCIDENT

ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર રાહુલે કારમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતે કાર પલટી થઈ ગઈ હતી. જેથી દિશાને ગંભીર ઈજા પહોંચી હતી.

સુરતના ડાયમંડ બુર્સ પાસે ચાર મિત્રોની કાર પલટી ખાઈ ગઈ
સુરતના ડાયમંડ બુર્સ પાસે ચાર મિત્રોની કાર પલટી ખાઈ ગઈ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 8:50 AM IST

સુરત: ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર એક કાર અકસ્માતે પલટી થઈ ગઈ હતી. આ કારમાં સવાર ચાર મિત્રો પૈકી એક તરુણીનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું. જ્યારે કારચાલક અને અન્ય બે મિત્રો ને સામાન્ય ઈજા થઈ હતી.

ચાર મિત્રો કારમાં ફરવા નીકળ્યા હતા: પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલ પોદાર રેસીડેન્સીમાં સુભાષભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે. સુભાષભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુભાષભાઈના સંતાનો પૈકી 18 વર્ષીય પુત્ર રાહુલ, ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. સુભાષ ક્રેટા કાર (નં-જીજે-05-આર જી-5112) લઈ તેની બિલ્ડિંગમાં રહેતા મિત્રો સાહિલ બાવા, શૌર્ય શર્મા તેમજ વેસુ વિસ્તારમાં આવેલ શિવસાગર રેસીડેન્સીમાં રહેતી 17 વર્ષીય દિશા મયુરભાઈ બોખડિયા સાથે ફરવા ગયા હતા.

ગંભીર ઇજાને પગલે સારવાર માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી (Etv Bharat Gujarat)

દિશાને ગંભીર ઈજા પહોંચી હતી: આ દરમિયાન રાહુલ ચૌધરી કાર ચલાવતો હતો. ચારેય મિત્રો કારમાં ડાયમંડ બુર્સની અંદર બેસવા ગયા હતા. ત્યારે રાહુલ કાર પુર ઝડપે હંકારતો હતો. તે સમયે ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર રાહુલે કારમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતે કાર પલટી થઈ ગઈ હતી. જેથી દિશાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે સારવાર માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સાથે સ્થાનિક અલથાણ પોલીસને જાણ કરાઈ હતી.

સુરતના ડાયમંડ બુર્સ પાસે ચાર મિત્રોની કાર પલટી ખાઈ ગઈ
સુરતના ડાયમંડ બુર્સ પાસે ચાર મિત્રોની કાર પલટી ખાઈ ગઈ (Etv Bharat Gujarat)

સ્થળ પર પહોંચેલા EMT ના કર્મચારીએ દિશાને તપાસી મૃત જાહેર કરી હતી. કાર ચાલક રાહુલ ચૌધરી અને તેમાં સવાર મિત્રો સાહિલ બાવા અને શૌર્ય શર્માને સામાન્ય ઈજા પહોંચી હતી.

એકનું મોત, ત્રણને સામાન્ય ઈજા
એકનું મોત, ત્રણને સામાન્ય ઈજા (Etv Bharat Gujarat)

મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: અલથાણ પોલીસ ને બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક દિશા બોખડિયાના મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા જાણવા મળે છે કે, મૃતક દિશા ઉધના ખાતે આવેલી સમિતિ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તથા સાહીલ બાવા ડુમસ રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમજ શૌર્ય શર્મા વેસુ વિસ્તારમાં આવેલી અગ્રવાલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ બનાવ અંગે વધુ તપાસ અલથાણ પોલીસ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. સુરત: 16 વર્ષની સગીરા ઈન્સ્ટાગ્રામ મિત્રથી પ્રેગ્નેટ થઈ, ટોઈલેટમાં જાતે ડિલિવરી કરીને ભ્રુણને કચરામાં ફેંક્યું
  2. સુરતમાં ડાન્સિંગ ચાર રસ્તાની શરૂઆતઃ જુઓ- VIDEO, TRB જવાનો શું કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.