નવી દિલ્હી: સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો 13 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીથી વચ્ચે થઈ શકે છે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ સત્ર 31 જાન્યુઆરીએ લોક સભા અને રાજ્ય સભાની બેઠકને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંબોધિત કરશે. ત્યારબાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કરશે
આ પછી, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું સતત આઠમું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે, સત્રનો બીજો ભાગ માર્ચના બીજા અઠવાડિયાથી એપ્રિલના પહેલા અઠવાડિયાની વચ્ચે રહેશે. તેનો સંભવિત સમયગાળો 10 માર્ચથી 4 એપ્રિલ સુધીનો હોઈ શકે છે. જોકે, સત્રના પહેલા તબક્કામાં, રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા થાય છે અને તે સંસદના બંને ગૃહોમાં વડા પ્રધાનના જવાબ સાથે સમાપ્ત થાય છે.
First part of the Budget session of the Parliament to begin on 31st January 2025 and conclude on 13th February. Second part of the session to commence on 10th March 2025 and conclude on 4th April 2025.
— ANI (@ANI) January 17, 2025
બીજા બજેટ રજૂ કરવાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ, પગારદાર વ્યક્તિઓમાં આવકવેરામાં સંભવિત રાહત અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ વર્ષના બજેટમાં આવકવેરામાં થોડી રાહત મળી શકે છે.
કેવું રહ્યું શિયાળુ સત્ર
તમને જણાવી દઈએ કે, શિયાળુ સત્ર 25 નવેમ્બરથી 21 ડિસેમ્બર 2024 સુધી ચાલ્યું હતું. 26 દિવસના આ સત્ર દરમિયાન, લોકસભાની 20 બેઠકો અને રાજ્યસભાની 19 બેઠકો યોજાઈ હતી. ઉપરાંત, સત્ર દરમિયાન લોકસભામાં 5 બિલ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, લોકસભા દ્વારા 4 બિલ અને રાજ્યસભા દ્વારા 3 બિલ પસાર કરવામાં આવ્યા હતા. એકંદરે, શિયાળુ સત્ર વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે હોબાળાથી ભરેલું રહ્યું અને ગૃહની કાર્યવાહી સ્થગિત થતી રહી. તે જ સમયે, બજેટ સત્રમાં ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: