અમદાવાદ: ભારતનું માંચેસ્ટર ગણાતું અમદાવાદ આજે પણ તેના જુના બજારો માટે ખાસ જાણીતું છે. કોઈ પણ માણસ જો અમદાવાદ ફરવા માટે આવે છે તો તે રતનપોળ માર્કેટમાં તો જરૂર જ જાય છે અને પેટ ભરીને ત્યાંથી શોપિંગ કરે છે. કારણ કે ત્યાં ખૂબ જ સસ્તી અને સારી સાડીઓ મળે છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલું રતનપોળ માર્કેટ સાડી અને ચણિયાચોળી માટે ખાસ જાણીતું છે.
લોકોને પરવડે તેવા ભાવમાં સાડી: અહીંયા સાડી અને ચણિયાચોળી અનેક પ્રકારની અને વેરાયટીની મળે છે જેના ભાવ પણ અને માર્કેટ કરતા ઓછા હોય છે. આ બજારમાં નાના થી લઈને મોટા દરેક લોકોને પરવડે તેવા ભાવમાં સ્ટાઈલ લઈને ડિઝાઇનર કપડા મળી રહે છે. આ માર્કેટમાં નાની મોટી આશરે 100 વધારે કપડાની હોલસેલ અને રિટેલ દુકાનો આવેલી છે.
આ હેરિટેજ બજાર કહેવાય છે: રતનપોળની ટ્રેડિશનલ અને ફેન્સી સાડી વિશે વેપારી જીગ્નેશ શાહે ભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સૌથી મોટા કાપડ ઉદ્યોગ તરીકે ભારત ભરમાં પ્રખ્યાત છે, જેમાં સૌથી વધારે રતનપુર માર્કેટ ફેમસ છે આ હેરિટેજ બજાર કહેવાય છે. રતનપુર માર્કેટમાં 50 થી 60 વર્ષથી દુકાનો છે, જે કપડામાં પણ ખાસ કરીને મહિલાઓ માટે સાડી અને ચણિયાચોળી માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
ઓનલાઇન પણ થાય છે: આ બજારમાં મહિલાઓ માટે સિલ્ક, સુતરાઈ, બાંધણી, પાર્ટીવેર, કચ્છી, રબારી, થિરેડ વર્ક, લખનવી, ચિકનકારી, પટોલા જેવી જુદી જુદી પ્રકારની સાડીઓ છે. જેની કિંમત લગભગ 500 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની થાય છે. કેટલીક ડિઝાઇનર સાડીની કિંમત લાખોમાં હોય છે, જેમાં જરી અને સોનાના તારનું કામ કરવામાં આવે છે. અહીંયા લોકો સાડી તો ખરીદવા માટે આવે છે પણ ઘણા લોકો ઓનલાઇન પણ ખરીદી કરે છે અને વિદેશોમાં પણ આ સાડીઓ જાય છે. લગ્ન સિઝન અને રૂટિનમાં પણ આ સાડીઓ રહે છે અને મહિલાઓ ખૂબ જ રસોઈને સાડીની ખરીદી કરે છે.
સિલ્ક અને વર્કવાળી સાડી: સાડી લેવા માટે મણીનગરથી આવેલી એક ગ્રાહકે જણાવ્યું હતું કે, અમે અમદાવાદના મણીનગરથી સાડી લેવા માટે અહીંયા આવ્યા છીએ, અમે દર વર્ષે અને કોઈપણ પ્રસંગ થાય હોય ત્યારે અહીં સાડી લેવા માટે પહોંચીએ છીએ આ બજારમાં બહુ જ સરસ કલેક્શન હોય છે. અમને સિલ્ક સાડી અને બાંધણી સાડી બહુ જ ગમે છે જેની ખરીદી અમે કરી છે. સિલ્ક અને વર્કવાળી સાડી અમે લેવા માટે આવ્યા છીએ, સસ્તા ભાવમાં મનગમતી સાડી મળી જાય છે. અમે લગન માટે પણ સાડીઓ લેવા માટે આવ્યા છીએ અમે સાડી ડ્રેસ ચણિયાચોળી રતનપોળ લેવા માટે આવ્યા છીએ.
આ પણ વાંચો: