આંધ્ર અને ઓડિશા બોર્ડર પર બોટ ડૂબી, 7 લોકો ગુમ - માલકાનગિરી જિલ્લા
🎬 Watch Now: Feature Video
ઓડિશાના માલકાનગિરી જિલ્લામાં હોડીમાં ડૂબતાં એક બાળકનું મોત થયું હતું. તો બીજી તરફ 7 પરપ્રાંતિય મજૂરો ગુમ છે. બાળકના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ઓડ્રાફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગુમ થયેલા લોકોની શોધ શરૂ કરી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, લોકડાઉનને કારણે મજૂરો તેના વતન જઈ રહ્યા હતા. ત્યારે પોલીસની કાર્યવાહીને કારણે મજૂરો તેના ઘરે જઈ શકતા નહોંતા. જેના કારણે 11 જેટલા મજૂર જળમાર્ગે ઘરે પરત ફરી રહ્યા હતા. આ ઘટનામં 7 લોકો ગુમ, 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા જ્યારે એક બાળકનું મોત થયું હતું.
Last Updated : May 25, 2021, 11:44 AM IST