તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી, સુપરસ્ટાર કમલ હાસને પુત્રીઓ સાથે મતદાન આપ્યું - 3,998 ઉમેદવારો મતદાનના મેદાનમાં
🎬 Watch Now: Feature Video
ચેન્નઈ: તમિલનાડુમાં આજે 234 જેટલી બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે રાજ્યના સ્ટાર નેતાઓ જે. જયલલિતા અને એમ. કરુણાનિધિની ગેરહાજરીમાં મતદાન થશે. રાજ્યના 38 જિલ્લાઓમાં 234 વિધાનસભા મત વિસ્તારોની મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. ત્યારે ચેન્નઇમાં સુપરસ્ટાર રજનીકાંતે વહેલી સવારે મતદાન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે 7:30 વાગ્યા આસપાસ કંદનુરમાં વિધાનસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો. સુપરસ્ટારથી નેતા બનેલા કમલ હાસને પણ પોતાનો મત આપ્યો હતો. કમલ હાસન તેની પુત્રી શ્રુતિ, અક્ષરા સાથે મત આપવા આવ્યા હતા.
Last Updated : Apr 6, 2021, 12:24 PM IST