મહારાષ્ટ્રમાં દ્વિમુખી સાપ સાથે એક ઈસમની ધરપકડ - મુંબઇ-અમદાવાદ હાઇવે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 20, 2019, 11:32 AM IST

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર પોલીસેના વસઈ જિલ્લામાંથી 1 કરોડ રૂપિયાના બે મોઢાવાળા સાપ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પાલઘર પોલીસ પ્રવક્તા હેમંત કાટકરના જણાવ્યા મુજબ, મળેલી બાતમીને આધારે, વસઈ ક્રાઇમ બ્રાંચની ટીમે બુધવારે મુંબઇ-અમદાવાદ હાઇવે પર એક છટકું ગોઠવ્યું હતું, જેમાં અતીક શકીલ કુરેશી (ઉ.વ. 29)ને બે મોઢાવાળા સાપ સાથે ઝડપી લીધો હતો. આરોપી આ સાપને વેચવા માગતો હતો. જેની કિંમત 1 કરોડ રૂપિયા હતી. બીન ઝેરી સાપનો ઉપયોગ અમુક દવાઓ, સૌંદર્ય પ્રસાધનોમાં તથા કથિત મેલી વિદ્યામાં થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માગ વધુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.