નમસ્તે ટ્રમ્પ: વડાપ્રધાન મોદીએ નમસ્તે ટ્રમ્પનો સમજાવ્યો અર્થ, જુઓ વીડિયો... - અમદાવાદમાં ટ્રમ્પ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ભારતના 2 દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INDIA U.S.A FRIENDSHIP, LONG LIVE LONG LIVEના સૂત્રથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પરિવાર સાથે આવવું એ ભારત અને અમેરિકાના સંબંધો એક પરિવાર જેવી મીઠાસ અને ઘનિષ્ઠતાની ઓળખ અપાવે છે. નમસ્તે ટ્રમ્પ શબ્દ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ શબ્દ સંસ્કૃત ભાષાનો છે અને આ શબ્દનું ઊંડું મહત્વ છે. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમેરિકાને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે, તો ભારતને સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર ગર્વ છે. વધુ માહિતી માટે જુઓ વીડિયો.