દીદી નહીં પરંતુ જનતા માટે બંગાળ ગયા હતા પીએમ મોદીઃ વિજયવર્ગીયા - PM Modi
🎬 Watch Now: Feature Video
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયાએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી જેવી ભારતમાં આવી કે તુરંત કેન્દ્ર સરકારે લોકડાઉનની ઘોષણા કરી હતી. આ જ કારણ છે કે ભારતમાં બીજા દેશોની સરખામણીએ કોરોનાથી ઓછુ નુકસાન થયું છે. તેમજ તેમણે મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાંધ્યુ હતું. પીએમ મોદી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની વિનંતી પર ચક્રવાત 'અમ્ફાન'થી પ્રભાવિત પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા, આ બાબતે કૈલાશે કહ્યું કે પીએમ મોદી ત્યાં દીદી માટે નહીં પરંતુ બંગાળના લોકો માટે ગયા હતા. વડાપ્રધાને તોફાનગ્રસ્ત બંગાળના લોકોને તાત્કાલિક સહાય માટે એક હજાર કરોડ રૂપિયાની પણ જાહેરાત કરી હતી.