Nagaland firing: અમિત શાહે નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો - 15 killed in Nagaland firing
🎬 Watch Now: Feature Video
સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. નાગાલેન્ડ ફાયરિંગનો મુદ્દો સંસદના શિયાળુ સત્રમાં આજે ગાજ્યો(issue of Nagaland firing erupted in the winter session of Parliament) હતો. લોકસભામાં કોંગ્રેસ સહિત કેટલાક અન્ય વિરોધ પક્ષોએ નાગાલેન્ડમાં સુરક્ષા દળોના કથિત ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નાગાલેન્ડમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત(15 killed in Nagaland firing) થયા છે. લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહે નાગાલેન્ડ મુદ્દે કહ્યું કે તેઓ હિંસાની નિંદા કરે છે અને સુરક્ષા દળોને ભવિષ્યમાં આવી કાર્યવાહી દરમિયાન નાગરિકોની હત્યા ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. અને તેમને નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.