Viral Video: મધ્યપ્રદેશમાં દારૂની દુકાનમાં ઘુસી વાંદરાએ પીધો દારુ - Monkey swipes wine from liquor store
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ: આમ તો જંગલોમાં મહુડો મોટા પ્રમાણમાં હોય છે જેનો ઉપયોગ દારૂ બનાવવામાં આવે છે, પરંતુ હવે મહુડો સંપૂર્ણ રીતે મનુષ્યોના કબજામાં છે અને લોકો દરેક મહુડાના ફૂલને પસંદ કરે છે. આવી સ્થિતિમાં જંગલી પ્રાણીઓએ શું કરે એ તો શહેરની હવાને જ અનુસરશે ને..!! આવું જ કંઇક બન્યું હતું મધ્યપ્રદેશના મન્ડલા જિલ્લાની દારૂની દુકાનમાં...જ્યાં એક વાંદરો પોતાની મસ્તી સાથે દુકાનમાં પ્રવેશ્યો ત્યારબાદ અંગ્રેજી દારૂની બોટલને ઉઠાવીને ખૂબ આનંદથી દારૂની મજા લેતો હતો. જેનો હાલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાંદરો પહેલા દારૂની દુકાનમાં પ્રવેશ કરે છે અને દારૂની બોટલ પકડે છે. તેના મોંથી બોટલની કેપને ખોલે છે અને પછી ધીમે ધીમે પીવાનું શરૂ કરે છે. આ દરમિયાન દુકાનદાર વાંદરાની હાજરીથી આશ્ચર્યચકિત થાય છે અને તેને બિસ્કિટ પણ આપે છે. જો કે, વાંદરો દારૂ પીવામાં એટલો વ્યસ્ત હતો કે, તે ખાદ્ય ચીજોની અવગણના કરે છે. માણસોની જેમ વાંદરાએ પણ ત્યાં હાજર લોકોને મનોરંજન માટે બોટલ પકડી અને દારૂ પીધો. આ વિચિત્ર ઘટનાને જોઇને ઘણા લોકો દુકાનની નજીક એકઠા થયા અને તેમના મોબાઇલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું.