Lakhimpur Kheri News Update: પોલીસે પ્રિયંકા ગાંધી વાડ્રાની મદદ કરવા જતા વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ અને પ્રમોદ તિવારીને રોક્યા - પ્રિયંકા ગાંધી વાડ્રાને કાયદાકીય મદદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 4, 2021, 3:10 PM IST

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં (Lakhimpur Kheri) થયેલી ઘટના પછી રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન સલમાન ખુર્શીદ (Senior Congress leader Salman Khurshid) અને પ્રમોદ તિવારીને (Senior Congress leader Pramod Tiwari) લખીમપુર જતા રોકવામાં આવ્યા હતા. પોલીસે સવારથી જ લાલબહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા આવાસની બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો સલમાન ખુર્શીદે ETV Bharat સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લખીમપુર જવું એ અમારી જવાબદારી બને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લખીમપુર જતા સમયે અમારા નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને (Priyanka Gandhi Vadra) રોકવામાં આવ્યાં હતાં, જે કાયદાનું ઉલ્લંઘન છે. અમારી જવાબદારી બને છે કે, અમે ત્યાં પહોંચીએ. હું પ્રમોદ તિવારી સાથે જવા માટે અહીં આવ્યો હતો. પ્રમોદ તિવારીને ઘરમાં જ બંધ કરી દેવામાં આવ્યા છે અને હું પણ તેમની સાથે અહીં બંધ છું. જોકે, મને ખુશી છે કે, હું તેમની સાથે છું. હું ઈચ્છું છું કે, લોકશાહીને બંધ કરવામાં ન આવે. તો આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે, અત્યાચારની હદ થઈ ગઈ છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની મોડી રાત્રે ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે લોકો જઈને કાયદાકીય મદદ આપવા માગીએ છીએ. ત્યાં જઈને અમે કાયદાનું પાલન કરીશું. કાયદાનું ઉલ્લંઘન નહીં કરીએ. તેમ છતાં પોલીસે અમને અહીં બંધ કરી રાખ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.