કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનથી ગુજરાત પરત ફરશે - ડોમેસ્ટિક ફ્લાઇટ્સ
🎬 Watch Now: Feature Video
રાજસ્થાન: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો જેઓને 12 માર્ચથી જયપુરનાં શિવ વિલાસ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. મંગળવારે આ તમામ ધારાસભ્યો ગુજરાતમાં પરત ફરી રહ્યા છે. જોકે, ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીઓ હવે મુલતવી રાખવામાં આવી છે. જો ચૂંટણી મુલતવી ન રાખવામાં આવી હોત તો પણ કોંગ્રેસના ધારાસભ્યો મંગળવારે પાછા ફરવાના હતા. કારણ કે આજ રાતથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવશે. ક્રોસ વોટિંગથી બચવા માટે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને 12 માર્ચે જયપુર લાવવામાં આવ્યા હતા, જેમને મંગળવારે ખાસ ફ્લાઇટ દ્વારા ગુજરાત પરત મોકલવામાં આવશે.