'ગોલ્ડન ગર્લ' અવની લેખરાએ વડાપ્રધાનને કહ્યું, તમારી વાતોને અમલમાં મૂકીને જીત્યા મેડલ
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં 'ગોલ્ડન ગર્લ' અવની લેખારાએ કહ્યું કે જ્યારે તે ફાઇનલમાં હતી, ત્યારે તેને 100 ટકા આપવા અને માનસિક દબાણ ન લેવા વિશેના વડાપ્રધાનના શબ્દો યાદ આવ્યા. તેણે પોતાનું 100 ટકા આપ્યું અને મેડલ આપોઆપ આવી ગયો. અવનીએ પોતાના બન્ને મેડલ તમામ ભારતીયોને સમર્પિત કર્યા. ઉલ્લેખનિય છે કે, પેરા શૂટર અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અને મહિલાઓની 50 મીટર એર રાઈફલ 3 SH1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું.