અજમેરમાં બૉડી બિલ્ડિંગ પ્રતિયોગિતા બની અખાડો - રવિન્દ્ર રંગમંચ મેદાન
🎬 Watch Now: Feature Video
રાજસ્થાન: અજમેરમાં કિશનગઢના રવિન્દ્ર રંગમંચ મેદાનમાં કિશનગઢ સોશિયલ સેવા સંસ્થા દ્વારા 7 દિવસના બૉડી બિલ્ડિંગની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં આયોજકો દ્વારા વિજેતાનું નામ જાહેર કરવા સમયે લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. લોકોએ મંચ પર ખુરશીઓ ઉપાડીને વિજેતાના નામ સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોનું માનવું છે કે, આયોજકોએ ખેલ ભાવનાથી પરે રહીને વિજેતાનું નામ જાહેર કર્યું છે. જેથી મદનગંજ પોલીસ સ્ટેશન બન્ને પક્ષોને સમજાવી રહ્યું છે.