કેરળનાં નીલામ્બરનાં જંગલોમાં માઓવાદી પ્રવૃત્તિઓ, સમગ્ર કેરળ હાઈ એલર્ટ પર - Visuals Of Maoist Training Nilambur Forest
🎬 Watch Now: Feature Video
મલ્લપુરમ: ઈટીવી ભારતે કેરળનાં નીલામ્બરનાં જંગલોમાં માઓવાદીઓને તાલીમ આપવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો ઝડ્પ્યા છે. પોલીસને આ વિસ્તારમાં તેમની હાજરીની અગાઉથી જાણ હતી અને માઓવાદીઓ માટે બનેલી ખાસ ટુકડી દ્વારા કડકપણે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જંગલ વિસ્તારનાં સ્થાનિકોએ પણ તેમણે ચાર સશસ્ત્ર લોકોને કારુલાઇ વારાયનનાં પર્વતો પાસે જોયા હોવાની વિગતો આપી હતી. કેરળના મુખ્યપ્રધાન પર હુમલો થવાની પણ ધમકી આપવામાં આવી છે. વર્ષ 2016માં 24 નવેમ્બરે ત્રણ માઓવાદીઓને ઠાર મરાયા હતાં, જેને ત્રણ વર્ષ પુરા થનાર છે. આથી, સમગ્ર કેરળ રાજ્ય હાઈ એલર્ટ પર છે. નીલામ્બર અને વંદૂર ક્ષેત્રોમાં માઓવાદીઓ માટેની ખાસ ટુકડીઓ ગોઠવી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પલક્કડના મંજીકાડુમાં થયેલ એન્કાઉન્ટર બાદ 100 સશસ્ત્ર પોલીસ જવાનોની ટુકડી પણ ગોઠવી દેવામાં આવી છે. ગત વર્ષે વરાયન પર્વતોમાં પણ માઓવાદી પ્રવૃત્તિઓ જોવા મળી હતી. 2016નાં હુમલામાં માઓવાદી કેન્દ્રીય સમિતિનાં સભ્યો કુપ્પુ દેવરાજ અને અજિત માર્યા ગયા હતાં.