કોરોના વાઈરસગ્રસ્ત પ્રવાસી આવતા પાઈલટે વિમાન પરથી લગાવી છલાંગ... - મુસાફર
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના વાઈરસના કેસને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર I5 732 જે પુણેથી દિલ્હી જતી હતી. દિલ્હી પહોંચતા પહેલા જ વિમાનમાં કોરોના ચેપગ્રસ્ત મુસાફરની માહિતી અન્ય સાથી મુસાફરે આપી હતી. આ વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેના પાયલટે વિમાનની કોકપિટ પરની સ્લાઇડિંગ વિંડોમાંથી કૂદકો મારી દીધો હતો. આ ઘટનાને કારણે દિલ્હી એરપોર્ટ પર વાતાવરણ તંગ બન્યું હતું.
Last Updated : Mar 23, 2020, 8:28 PM IST