thumbnail

તમિલનાડુઃ ફુલ સ્પીડે આવતા ટ્રકે 15 વાહનોને મારી ટક્કર, પાંચ લોકોના મોત

By

Published : Dec 13, 2020, 2:22 PM IST

ચૈન્નઇઃ તમિલનાડુના ધર્મપુરી-સલેમ બોર્ડર પર થોપ્પુર રોડ નજીક ભારે સામાન લઇને જઇ રહેલા ફુલ સ્પીડે આવતા ટ્રકે એક પછી એક એમ 15 વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી અને જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો અનુસાર ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ઘટના બની હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.