દિલ્હીમાં AAPના વિજય સરઘસ દરમિયાન થયું ફાયરિંગ, એકનું મોત, એક ઘાયલ - attack-on-aap-mla-naresh-yadav-one-aap-volunteer-dead-one-injured
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની પ્રચંડ બહુમતિ બાદ ‘આપ’ના કાર્યકર્તા પર ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી છે. મહરૌલીના ધારાસભ્યના કાફલા પર હુમલો કરાયો હતો. જેમાં અશોક માન નામના કાર્યકર્તા મોત થયું છે, જ્યારે હરેન્દ્ર નામના કાર્યકર્તાને ગોળી વાગતાં તેને સારવાર હેઠળ હૉસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વાતની જાણકારી આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ટ્વીટર પર જાહેર કરાઈ હતી. આ સાથે કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉભા થયા હતા. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ હુમલો વ્યક્તિ મનભેદ કારણે થયો હોવાનું જણાય છે. હજુ સુધી આ હુમલામાં રાજકારણ સંબધિત કોઈ પુરાવા મળ્યા નથી. નોંધનીય છે કે, આ હુમલા હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરાઈ નથી.