અહીં ટ્રાફિક નિયમના ભંગ બદલ હાથીને થઈ જેલની સજા, જુઓ વીડિયો... - મધ્યપ્રદેશ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશઃ તમે કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ માણસોને જેલમાં જતાં જોઈ હશે, પણ શું તમે હાથીને જેલમાં જતાં જોયો છે? તો ચલો આજે તમને એવા હાથી વિશે જણાવીએ, જે કાયદાનો ભંગ કરવાની સજા ભોગવી રહ્યો છે. આ ઘટના ગોટેગાંવ પોલીસ સ્ટેશનની છે. જ્યાં ટ્રાફિક નિયમના ભંગ બદલ મહાવત અને હાથીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને હાથીને પકડવાની કાર્યવાહીમાં હાથીની સંભાળ રાખવી પડે છે. આ સાથે જ તેના ભોજનની વ્યવસ્થા પણ કરવી પડે છે. આ ઉપરાંત તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આ ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની છે.