61 વર્ષની મહિલા બસમાંથી લપસી, વીડિયો થયો વાયરલ - બન્નરી
🎬 Watch Now: Feature Video
તમિલનાડુઃ રાજ્યના ઈરોડમાં એક 61 વર્ષીય મહિલા બસમાંથી લપસી પડી હતી. 20 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની હતી. જ્યારે એક ખાનગી બસ ભવાનીસાગરથી બન્નરી તરફ જઇ રહી હતી, ત્યારે બસમાંથી ઉતરતી વખતે 61 વર્ષની મહિલા લપસી પડતા ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 27 ફેબ્રુઆરીએ તેને અંતિમ શ્વાસ લીધા હતા. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.