Anganwadi in Gujarat: વડોદરામાં કોરોનાકાળ બાદ આજથી આંગણવાડી શાળાઓ શરૂ - Papa Pagli Project
🎬 Watch Now: Feature Video
રાજ્યભરમાં આજથી આંગણવાડીની શાળાઓ શરૂ (Anganwadi in Gujarat)થઈ છે. આંગણવાડીની શાળાઓ શરૂ થવાના પ્રસંગે (Anganwadi in Vadodara )વડોદરાના બાપોદ વિસ્તારની ધનલક્ષ્મી આંગણવાડીની મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલે મુલાકાત લીધી હતી. સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો, મેયર કેયુર રોકડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મનીષા વકીલે આંગણવાડીની શાળાઓમાં આવતા બાળકોનું આગામી સપ્તાહ સુધી બોડી સ્ક્રિનીંગ કરવામાં(Anganwadi school started in Vadodara ) આવશે તેમ જણાવ્યું હતું. પાપા પગલી પ્રોજેક્ટની (Papa Pagli Project )આવતા અઠવાડિયાથી શરૂઆતની મનીષા વકીલે જાહેરાત કરી હતી. 23 મહિના પછી આંગણવાડીના પુનઃ આરંભને પગલે બાળકો પણ ખુશ જણાયા હતા. આંગણવાડીમાં આવતા વિદ્યાર્થીઓને ફ્રૂટ કીટ, પ્રિ સ્કૂલ કીટ આપવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST