Mahashivratri Melo 2022: નાગા સંન્યાસીઓની રવેડીમાં જીવ અને શિવના મિલનનું દ્રશ્ય જોવા મળ્યું - Ravedi of Naga Hermits
🎬 Watch Now: Feature Video
જુનાગઢ : મહાશિવરાત્રીના પર્વ પર (Mahashivratri Melo 2022) ભવનાથની તળેટીમાં નાગા સંન્યાસીઓની રવેડીમાં જીવ અને શિવના મિલન સમીના દ્રશ્યો સર્જાતા સાથે સૌ કોઈ ધાર્મિક બની ગયા હતા. નાગા સંન્યાસીઓ દ્વારા કાઢવામાં આવતી રવેડીનું શિવપુરાણ અને ધર્મગ્રંથોમાં ધાર્મિક મહત્વ છે. રેવડીમાં (Ravedi of Sadhu and Naga Baba)હર હર મહાદેવના નાદથી ગિરિ તળેટીને જીવંત બનાવતા હોય છે. ત્યારે આજે બે વર્ષ બાદ નાગા સંન્યાસીઓની રવેડી કાઢવામાં આવતા જીવ અને શિવનું મિલન સમા દ્રશ્યો સર્જાયા હતા. રવેડીમાં નાગા સંન્યાસીઓના અંગ કસરતના દાવોનું પણ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. જે શિવનાં રૂપમાં શામેલ નાગા સન્યાસી શિવ ભક્તોને (Revadi of Mahashivaratri) દર્શન આપતા હોય છે. ત્યારે શિવ સૈનિકોના અંગ કસરત ના દાવ જોઈને સૌ ભક્તો પણ ભારે મંત્રમુગ્ધ બન્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST