ગુજરાત વિધાનસભા ચૂંટણી ચર્ચામાં રાવપુરા વાસીઓની કઈક આવી છે માંગ - Gujarat Assembly Election 2022
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણીનું રણસીંઘુ ફૂંકાઈ શકે છે, ત્યારે ETV BHARATનો વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચામાં (Etv Bharat Chuntani Charcha) વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠક છેલ્લા ચાર ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર છેલ્લા બે ટર્મથી રાજ્ય સરકારના કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જીત મેળવી રહ્યા છે. આ વિસ્તારમાં સૌથી મોટો વોટર લોગીનની સમસ્યા અંગે સ્થાનિકો અનેક વાર રજૂઆત કરી ચુક્યા છે છતાં નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગર લક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Ravpura chuntni charcha) કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ઐતિહાસિક ચાર દરવાજા અને સુરસાગર તળાવ પણ આવેલ છે. મતદારોનું માનવું છે કે, આ વિસ્તારનો યોગ્ય વિકાસ કરી શકે તેવો ઉમેદવાર ચૂંટીશું ત્યારે મતદારો પોતાના મંતવ્યો (Ravpura public mood) થકી ચૂંટણી ચર્ચામાં સહભાગી થયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST