જિલ્લામાં ફરી તસ્કરો બન્યા બે લગામ, તસ્કરોએ ચોરીની ઘટનાને આપ્યો અંજામ - સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લામાં ફરી તસ્કરો સક્રિય થયા છે. ઓલપાડના સાયણ ટાઉનમાં રહેતા રેલવે સ્ટેશનના ઘરને નિશાન બનાવ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઓલપાડ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે. સુરત જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી તસ્કરો સક્રિય થયા છે. એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયન ટાઉનમાં રેલવે સ્ટેશનના માસ્ટરના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોના ચાંદીના દાગીના, હીરાની વીંટી મળી ટોટલ 3.55 લાખ મત્તાની ચોરી કરી હતી, તેમજ સાથે સાથે રેલવે સ્ટેશન માસ્તરના જરૂરી દસ્તાવેજ આધાર પુરાવાઓ પણ લઈ ફરાર થઈ ગયા હતા. સાયણ ટાઉનમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણ જેટલા શખ્સો CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. ઓલપાડ પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Traffickers again Actives in the Surat district theft at locked house Olpad Taluka of Surat District Burglary in locked house at railway station
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST