ટીટોડીએ ખેતરમાં મૂક્યા 6 ઈંડા, જાણો આ વખતે કેવો રહેશે વરસાદ
🎬 Watch Now: Feature Video
વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ અલગ અલગ રીતે વરસાદની આગાહી કરવામાં આવે છે. ટીટોડી મોટેભાગે મેદાનોમાં અને સમથળ જમીન પર ઈંડા મૂકે છે. જો ટીટોડી કોઈ ઊંચી (Titodi laid six eggs)જગ્યા કે બિલ્ડીંગની છત પર ઈંડા મૂકે તો સારો વરસાદ થાય તેવું અનુમાન લગાવાય છે. ઉંચી જગ્યાએ 2 ઈંડા મૂકે તો ચોમાસુ માધ્યમ થાય, 4 ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું થાય. 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ થાય તેવું અનુમાન કરવામાં આવે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાડ ગામે ખેતરમાં(Asnad village of Olpad) ટીટોડીએ આ વર્ષે 6 ઈંડા મૂકતા કુતૂહલ(Forecast of rain from toad eggs) ફેલાયું છે. વરસાદની સિઝન શરૂ થાય તે પહેલા જ અલગ અલગ રીતે વરસાદની આગાહી કરવામાં આવે છે. ચોમાસાની સિઝન નજીક છે ત્યારે વરસાદ સંદર્ભે જાતજાતની આગાહીઓ કરવામાં આવે છે. હવામાન શાસ્ત્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો પણ વરસાદના વરતારાની પ્રાચીન પદ્ધતિઓનું અવલોકન કરતા રહે છે. જેમાં હોળીની ઝાળની દિશા, ચૈત્રી દનૈયા, ડાંડલીયા થોરના ફૂલ, પશુ-પક્ષીની વર્તણૂકો વગેરે સામેલ છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST