ચોરી પણ ચોંકાવે તેવી, ચોરોએ છોડ્યો મેસેજ: DHOOM 4 અમે ટૂંક સમયમાં પાછા આવીશું - Thieves Left a Message
🎬 Watch Now: Feature Video
નબરંગપુરઃ નબરંગપુર જિલ્લાની એક હાઈસ્કૂલમાંથી કોમ્પ્યુટર(Stealing Schools Computers) અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કર્યા બાદ ચોરોએ એક એવો મેસેજ(Thieves Left a Message) છોડ્યો કે જે ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લાના તેંતુલીખુંટી બ્લોકની એક હાઈસ્કૂલમાં લૂંટ(Robbery of Schools Owned Items) ચલાવીને ભાગતા પહેલા ચોરોએ લખ્યું હતું કે, એ હું છું, ધૂમ 4. ટૂંક સમયમાં પાછા આવીશું. તેઓ પાછા ફરશે તેવી ચેતવણી આપી હતી. ચોરોએ સત્તાવાળાઓને ચેલેન્જ આપી હતી કે તેઓ કરી શકે તો તેમને પકડી પાડે. ચોરો ઈન્દ્રાવતી હાઈસ્કૂલમાં મુખ્ય શિક્ષકના રૂમમાં ઘૂસી ગયા હતા. જેમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફોટોકોપીયર, વજનનું મશીન અને સાઉન્ડ બોક્સ(Stealing Schools Computers) પણ લઈ ગયા હતા. એ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST