Fraud with Textile Trader : સુરતમાં લેભાગુ તત્વોને લઈને ગૃહપ્રધાન લાલ, મોટા માથા બહાર આવવાના એંધાણ - Surat Crime Case
🎬 Watch Now: Feature Video
સુરત : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ઘણા ટેક્સટાઇલ વેપારીઓ (Fraud with Textile Trader) પાસેથી છેલ્લા ઘણા વર્ષોથી કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેને લઈને ટેક્સટાઇલ માર્કેટમાં વર્ષોથી થઈ રહેલા કરોડો રૂપિયાની છેતરપિંડીને (Surat Textile Trader) બાબતે રાજ્યના ગૃહપ્રધાને વિડીયો કોન્ફરન્સ થકી રજૂઆત કરવામાં આવી હતી. છેતરપિંડીમાં ભોગ બનેલા વેપારીઓ સુરત ટેક્સટાઇલ પ્રમુખ અશોક જીરાવાલા જોડે મુલાકાત કરી હતી. અને તેમની સમસ્યાઓનો નિકાલ કરવા માટે તમામ પુરાવાઓ ભેગા કરી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂઆત કરી છે. ટેક્સટાઇલ ફોગવા પ્રમુખે જણાવ્યું કે, જે લોકો જોડે વિશ્વાસઘાત થયો છે તે તમામ લોકોને લઈને આજે અમે ગૃહપ્રધાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી (Textile Market Fraud) આ મામલે ચર્ચા કરી છે. તેમણે અમારી વેદના સાંભળી છે અને આશ્વાસન આપ્યું છે કે, આવા કોઈ પણ લેભાગુ તત્વો મારા સુરત શહેરના વેપારીઓ જોડે વિશ્વાસઘાત કરી ન શકે. આવા લેભાગુ તત્વોને પકડવા માટે સુરત પોલીસને (Surat Crime Case) કામગીરી સોંપવામાં આવી છે. આ લોકો જ્યાં પણ ભાગશે ત્યાંથી તેમને ઝડપથી પકડી લેવામાં આવશે. આની પાછળ ચોક્કસ પ્રકારની મોટી ગેંગ છે.આમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આમાં (Fraud case in Surat) મોટા માથા પણ બહાર આવશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST