વરસાદને કારણે સાપ આજીડેમ નજીક આવેલા જુના મહિકા રોડ પર જોવા મળ્યો, વિડીયો થયો વાયરલ - Snake got stuck in water

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 1, 2022, 10:36 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

રાજકોટ: શહેરમાં છેલ્લા 24 કલાકમાં અતિશય ભારે વરસાદ(Heavy rain In Rajkot) વરસી ચૂક્યો છે. જેને લઈને માણસો સહિત પશુઓ અને ઝેરી જીવ પણ અકળાઈ ઉઠયા છે. જેમાં આજીડેમ નજીક આવેલા જુના મહિકા રોડ પર ગોકુલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણીને લઈ ધામણ સાપ(Ptyas mucosa in Rajkot) નીકળ્યો હતો. જેને લઈને થોડી વાર માટે તો આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બાદમાં એક વ્યક્તિ દ્વારા ધામણુ સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની વાત વાયુવેગે ફરી વળતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આ ઘટના અંગેની જાણ થતાં મનસુખ તેરૈયા નામનો યુવક સ્થળ પર દોડી ગયો હતો. પાણીમાં ફસાઈ ગયેલા આ સાપને રેસ્ક્યુ(Snake Rescue in Rajkot) કરી બહાર કાઢવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુની ઘટનાને કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતા તેનો વિડીયો વાયરલ(Viral Video of Snake in Rajkot) થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ધામણ સાપ જોવા મળતા જ લોકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા છે અને આ સાપ પાણીમાં ફંસાઈ ગયો(Snake got stuck in water) છે. જેને લઈ મનસુખ તેરૈયા નામના યુવક દ્વારા ઝાડની ડાળખી વડે સાપને સાવચેતી પૂર્વક બહાર કાઢવામાં આવી રહ્યો છે. મનસુખ દ્વારા સાપને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા બાદ સંભવત: ઠંડીને કારણે આ સાપ કોકડું વળી ગયો હતો. બાદમાં આ સાપને ડબ્બામાં પુરી અવાવરું જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે આ ઘટનાને લઈને લોકોમાં કુતૂહલ સાથે ભયની લાગણી જોવા મળી હતી. શહેરના કોઈપણ વિસ્તારમાં આવી ઘટનાઓ ન બને અને ઝેરી સાપ સહિતનાં જીવોને લઈને કોઈપણ જાનહાની ન થાય તેના માટે અત્યારથી જ જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.