ઓસ્કર નોમીનેટડ ફિલ્મ છેલ્લો શો રિલીઝ થવાના દિવસે બાળ કલાકાર રાહુલનું ઉઠમણું - ધ લાસ્ટ શોમાં બાળ કલાકાર રાહુલ કોલી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 14, 2022, 8:39 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

જામનગર ઓસ્કર નોમિનેટેડ (Oscar nominated film The Last Show) ફિલ્મ છેલ્લો શો આજે રિલીઝ થઈ છે. જોકે છેલ્લો શોમાં બાળ કલાકાર તરીકે લીડ રોલ કરનાર હાપા સ્લમ એરિયામાં વસતા રાહુલ કોળીનું ફિલ્મ રિલીઝ થયા તે પહેલા નિધન થયું છે. જે દિવસે ફિલ્મ રિલીઝ થઈ તે દિવસે જ રાહુલ કોળીનું ઉઠમણું છે. આજે 14 ઓક્ટોબર 2022ના રોજ વિવિધ સીનેમાં ઘરોમાં છેલ્લો શો રિલીઝ થઈ છે. એક બાળ કલાકાર માટે છેલ્લો શો ફિલ્મ છેલ્લી અને પેલી ફિલ્મ બની ગઈ છે. કારણ કે, આજથી 12 દિવસ પહેલા રાહુલ કોળીનું અમદાવાદ હોસ્પિટલમાં બ્લડ કેન્સરના કારણે નિધન થયું હતું. બાળ કલાકાર રાહુલ કોળીનું ઉઠમણું હોવાના કારણે બાવરી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 16 વર્ષના રાહુલ કોળીએ છેલ્લો શો ફિલ્મમાં બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ફિલ્મ આજરોજ વિવિધ થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જામનગરના બે બાળ (The Last Show Film Released) કલાકારોએ આ મુવીમાં અભિનય કર્યો છે.જેમાં એક વસઈના ભાવિન ભરવાડ અને જામનગરના હાપા ગામમાં રહેતા રાહુલ કોળીએ દમદાર અભિનય (Rahul Koli ) કર્યો છે, પરંતુ જેમાંથી બાળ કલાકાર રાહુલ છેલ્લો શો મુવી રિલીઝ થયા તે પહેલાં જ ફાની દુનિયાને અલવિદા કરી ગયો છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.