Accident case: ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાનો ઉપલેટામાં અકસ્માત સર્જાયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 28, 2023, 10:13 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

ધોરાજી: ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો ઉપલેટા શહેરના રાજમાર્ગ પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કારની અંદર ધારાસભ્ય સવાર હોવાની પણ વિગતો સામે આવી છે. જાણો વિગતો આ અહેવાલમાં.

આ પણ વાંચો Navsari Accident News : નેશનલ હાઈવે પર ઈનોવા અને કન્ટેનરનો અકસ્માત, ઘટનાસ્થળે જ 4ના મોત

કારનો અકસ્માત સર્જાયો: ઉપલેટા શહેરના રાજમાર્ગ પર ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્યાનો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં રાજમાર્ગ પરથી પસાર થઈ રહેલી ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડેલીયાની નંબરની કાર વડલી ચોક નજીક આવેલા ચોકના સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માતની આ ઘટના બની તે દરમિયાન ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાટડીયા કારમાં સવાર હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો Kutchh Accident: નખત્રાણા હાઇવે રક્તરંજિત, બાઈક-વેન વચ્ચે અકસ્માતમાં થતા 2ના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતની ઘટના : ઉપલેટા શહેરના રાજમાર્ગ પરથી પસાર થઈ રહેલી ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાની કાર અચાનક રાજમાર્ગ પર આવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે. જેમાં આ અકસ્માતની ઘટના અંગેના પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર રાજમાર્ગ પરથી જઈ રહી હતી. તે દરમિયાન ડ્રાઇવરની ભૂલના કારણે કાર સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું છે. 

ઉપલેટા શહેરના રાજમાર્ગ:  ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડેલીયાની કારના અકસ્માત અંગેની જાણ થતા સ્થાનિક ભાજપના આગેવાનો તેમજ ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારે આ કાર અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિકે ઈજાના સમાચાર પણ સામે નથી આવ્યા. જે બાદ ઉપલેટા પોલીસ કાપલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ધારાસભ્ય સહિતના કાફલાને અન્ય કારમાં બેસાડી રવાના કરાયો છે. જેમાં અકસ્માત બાદ કારના આગળના ભાગે નુકસાન થતાં કાર ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું પણ સામે આવ્યું છે.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.