MD ડ્રગ્સની પડીકી સાથે કબૂલાત કરતો વિડીયો થયો વાયરલ - વડોદરામાં હાથીખાના વિસ્તાર
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરમાં વધુ એક ડ્રગ્સના પુરાવરૂપ વિડીયો વાયરલ (Drug proof videos viral) થયો છે. આ વિડીયોમાં ડ્રગ્સનું સેવન કરનાર બાંધણીનો હોવાનું સામે આવી રહ્યું છે. જે વડોદરા શહેર પોલીસ (Vadodara City Police) માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. સમગ્ર રાજ્યમાં એક MD ડ્રગ્સ (MD Drugs in Gujarat) પકડાઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં ડ્રગ્સનું સેવન કરનાર બંધાણીઓનો વિડીયો વાયરલ થયો છે. હાથમાં MD ડ્રગ્સની પડીકી સાથે ડ્રગ્સની કબૂલાત કરી આજરોજ 8થી 10 હજારના ડ્રગ્સનું સેવનની કબૂલાત કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. શહેરના જાગૃત નાગરિક દ્વારા બંધાણીઓનો વિડીયો વાયરલ (MD drugs confessing drug addiction Video viral) કરાયો હોવાની વિગતો મળી રહી છે. શહેરના હાથીખાના વિસ્તારના (Hatikhana area Vadodara) સાજો અને શાહરૂખ નામના સપ્લાયર હોવાની કબૂલાત કરતો આ શખ્સ આ વિડીયોમાં નજરે પડી રહ્યો છે. શહેરમાં ડ્રગ્સના વેચાણ અને સેવનકારનારના પુરાવારૂપ આ વાયરલ વિડીઓની પુષ્ટિ ETV Bharat કરતું નથી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST