જ્યારે PM મોદી અને હાર્દિક પટેલ મંચ પર સાથે આવ્યા.... - વડાપ્રધાન મોદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2022, 5:38 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

અમદાવાદ(બાવળા): ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. નેતાઓ માટે ગુજરાત પોલિટિકલ ટુરિઝમ બની ગયું છે. વડાપ્રધાન મોદીએ(Prime Minister Narendra Modi) કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતાર્યું છે. PM મોદીએ બાવળામાં જનસભાને સંબોધન કર્યું હતું. સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલ મંચ પર એક સાથે(Narendra Modi and Hardik Patel together on stage) જોવા મળ્યા હતા. આ એ જ હાર્દિક પટેલ છે જેણે 2017માં પાટીદાર અનામત આંદોલન(Patidar reservation movement) સમયે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. અને આનંદીબહેન પટેલને મુખ્યપ્રધાનના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. આજે એ જ હાર્દિક પટેલ વિરમગામથી(viramgam legislative assembly) ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. મંચ પર હાર્દિક પટેલ બે હાથ જોડીને વડાપ્રધાન મોદીને અભિવાદન કરી રહ્યો હતો, પરંતુ વડાપ્રધાન મોદીએ તેમને નજરઅંદાઝ કર્યા હતા. અને તેમની બાજુમાં ઉભેલા દસક્રોઈના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ જમના પટેલને હાથ જોડીને અભિવાદન કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.