ઓલપાડ બેઠક પર ત્રિપાંખિયો રોચક જંગ જામશે - Aam Aadmi Party
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી ગયા છે, ત્યારે પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ઓલપાડ વિધાનસભા બેઠક (Olpad Assembly seat) પરથી આમ આદમી પાર્ટીએ ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે. ગત રોજ તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવા ઓલપાડ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં (Olpad Assembly seat Candidate) આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધાર્મિક ઉપર પુષ્પવર્ષા કરી સૂત્રોચ્ચાર કર્યા (dharmik malaviya in Olpad) હતા. આ બેઠક પર ભાજપે મુકેશ પટેલને ત્રીજી ટર્મ માટે ટિકિટ ફાળવી આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ ખેડૂત આગેવાન દર્શન નાયકને મેદાને ઉતાર્યા છે, ત્યારે ઓલપાડ બેઠક પર ત્રિપાંખિયો જંગ રોચક બનવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST