Edible Oil Scam in Patan : પાટણમાં ખાદ્યતેલ સાથે છેડછાડ કરતા એન્ટરપ્રાઇઝના CID એ પાડ્યા શટર - Patan Raid Gandhinagar CID
🎬 Watch Now: Feature Video
પાટણ : પાટણ ખાતે સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલા GIDCમાં (Raids in Patan GIDC) વૃંદાવન એસ્ટેટ સી- 11 ગણેશ ટ્રેડર્સના માલિક રાજેશ મોદી કામદા એન્ટરપ્રાઇઝ બ્રાન્ડના કોપીરાઇટ એકટનો ભંગ કર્યાનો (Patan Raid Gandhinagar CID) કેસ સામે આવ્યો છે. કામના લેબલવાળા લેબલ લગાવી રિફાઇન્ડ સોયાબીન તેલનું વેચાણ કરતા હોવાની બાતમી કામદા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સંજય પટેલને મળી હતી. તેથી તેણે સમગ્ર હકીકતથી CID ક્રાઇમ ગાંધીનગરને વાકેફ કરી લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે CID ક્રાઇમની ટીમે શુક્રવારે પાટણ GIDCમાં ગણેશ ટ્રેડર્સના (Edible Oil Scam in Patan) ગોડાઉનમાં રેડ કરી હતી. આ સમયે કામદા રિફાઇન્ડ સોયાબિન તેલ બ્રાન્ડના મળતી ભળતી ડિઝાઇન તથા કલાકૃતિ વાળા કામના લેબલ લેબલવાળા તેલના ભરેલા ડબ્બા નંગ 120 જે એક ડબ્બાની કિંમત 2750 લેખે કુલ 3,30,000, 15 હજારના કિંમતના સ્ટીકર, 4500 રૂપિયાની કિંમતના ડબાના પેકિંગ કેપ મળી કુલ 3,49,500 મળી આવ્યો હતો. જે જથ્થો જપ્ત કરી ગોડાઉન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST