New Mahant of Datareshwar Ashram: નર્મદાપૂરીજી માતાજી બન્યાં નવા મહંત, સાધુસંતોની ઉપસ્થિતિમાં થઈ ચાદર વિધિ - કાશ્મીરી બાપુનો પોડસી ભંડારો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 23, 2022, 9:47 AM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

તાજેતરમાં બ્રહ્મલીન થયેલા દાતારેશ્વર આશ્રમના મહંત અને ગાદીપતિ કાશ્મીરી બાપુનો મંગળવારે પોડસી ભંડારો (Podsi Bhandaro of Kashmiri Bapu) યોજવામાં આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં બાપુના સેવકો, ભક્તો અને સંતો-મહંતોની હાજરીમાં ભંડારાની ધાર્મિકવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અહીં પોડસી ભંડારાના પાવન પર્વે તેમનું સ્મરણ કરીને તેમને અંજલિ અર્પણ કરી હતી. ભંડારાના ધાર્મિક કાર્યક્રમમાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ દાનેશ્વર આશ્રમના મહંત તરીકે કાશ્મીરી બાપુ પાછલા કેટલાય વર્ષોથી સેવા આપી રહ્યા હતા. તેમના બ્રહ્મલીન થયા બાદ મંગળવારે દાતારેશ્વર આશ્રમના નવા મહંત તરીકે કાશ્મીરી બાપુના સેવક નર્મદાપૂરીજી માતાજીની ચાદર વિધિ (Chadar ritual of Narmadapuriji Mataji) પણ સંપન્ન કરવામાં આવી હતી. નર્મદા પુરીજી માતાજી પણ છેલ્લા ઘણા વર્ષોથી કાશ્મીરી બાપુના સાથે દાતારેશ્વર આશ્રમમાં (New Mahant of Datareshwar Ashram) અલખને ઓટલે ધર્મની ધૂણી ધખાવીને ધર્મનું આચરણ કરી રહ્યા હતા ત્યારે કાશ્મીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ તેમના પૂરોગામી તરીકે નર્મદાપૂરીજી માતાજીની ચાદર વિધિ પણ સંતો-મહંતો અને અખાડાના ગાદીપતિની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.