વડોદરા: ગેંડા સર્કલના બ્રિજ માટે નાણાં ફાળવવાનો સરકારનો ઇનકાર, વિપક્ષે આપી આંદોલનની ચીમકી - Genda Circle bridge vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી (Genda Circle bridge vadodara) લાંબા બ્રિજની કામગીરી અટવાઈ પડી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુરુવારે ગાંધીનગરમાં વડોદરા મહાનગરપાલિકા, ભાજપના સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઇ (Opposition threatens to agitate) હતી, જેમાં બ્રિજના બાંધકામ માટે હાલ પૂરતી સરકારની મદદ નહીં મળે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બ્રિજ માટે ખર્ચ કરવા માટે સૂચન કર્યું છે. આ બ્રિજ માટે હજી 120 કરોડની જરૂર છે. જો મહાનગરપાલિકા સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી બ્રિજ માટે ખર્ચ કરશે તો શહેરની પ્રાથમિક જરૂરિયાતનો ખર્ચ મહાનગરપાલિકા ક્યાંથી કરશે. કેમકે મહાનગરપાલિકાની તિજોરી તો તળિયા ઝાટક છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST