દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યમાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા - azadi ka amrut mahotsav gujarat
🎬 Watch Now: Feature Video
સમગ્ર દેશ જ્યારે હાલ આઝાદીના કા અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav gujarat ) આઝાદીની 75 વર્ષની સાલગીરા ઉજવી રહ્યું છે, ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ હરઘર તિરંગા મુહિમ હાલ સમગ્ર દેશમાં છવાઈ રહી છે. આજ રોજ સામાજિક સંગઠનો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વિશાળ તિરંગા યાત્રાનું (Gujarat tiranga yatra ) આયોજન કરવામાં આવેલ હતું. આ તિરંગા યાત્રાને લીલી જંડી દેખાડી નિવૃત આર્મીમેન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશાળ રેલી ખંભાળિયાના જોધપુર ગેટથી શરૂ થઈ શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી હતી, ત્યારે સમગ્ર ખંભાળિયાનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. વાત કરવામાં આવે તો આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 200 મિટર લાંબો વિશાળ તિરંગો બનાવી ભારત માતાકી જય, જય જવાન જય કિસાનના નારા સાથે સમગ્ર ખંભાળિયા ચહેકી ઉઠ્યુ હતુ..
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST