હૈદરાબાદઃ આજે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણી માતૃભાષા ગુજરાતી મૂળ સંસ્કૃતમાંથી આવી છે. ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે 'નર્મદ'ની યાદમાં 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે, જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે.
વિશ્વમાં ગુજરાતી ભાષાનું સ્થાનઃ એક અંદાજ મુજબ, દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે, પરંતુ ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. તો, યુએનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે.
કવિ નર્મદ અને ગુજરાતી સાહિત્યઃ કવિ નર્મદ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ હતાં. તેમનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. નર્મદ જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરત શહેરમાં થયો હતો. નર્મદે સમાજ સુધારક તરીકે પણ કામ કર્યુ હતું. ગુજરાતી સાહિત્યનો ઉડોં અભ્યાસ કર્યો હતો. "જય જય ગરવી ગુજરાત"ના સર્જક નર્મદ ગુજરાતીના પ્રથમ શબ્દકોષકાર, ગદ્યકાર અને ચરિત્રકાર હતા. તેમને ગુજરાતી વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા હતા.
આ પણ વાંચોઃ