- મે મહિનાના પહેલા મંગળવારે ઉજવાય છે વિશ્વ અસ્થમા દિવસ
- અસ્થમા અને એલર્જીમાં હોય છે તફાવત
- અસ્થમાને પ્રભાવિત કરતા ખાદ્યપદાર્થો ન આરોગો
ન્યૂઝ ડેસ્ક: ફેફસાની બિમારી અસ્થમાથી દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થાય છે. WHOના આંકડા પ્રમાણે વૈશ્વિક સ્તરે 339 મિલિયનથી વધારે લોકો અસ્થમાથી પિડાઇ રહ્યાં છે. 2016ના આંકડા પ્રમાણે 4,17,918 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં. કોરોના સંક્રમણ વચ્ચે વર્તમાન સ્થિતિમાં અનેક અસ્થમાના દર્દીઓમે વધારે તકલીફનો સામનો કરવો પડે છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે લોકોમાં જાગૃતિ લાવવા માટે માટે વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે
વિશ્વ અસ્થમા દિવસ
દુનિયાભરમાં અસ્થમાને લઇને જાગૃતતા વધારવા માટે ગ્લોબલ ઇનિશિએટિવ ફોર અસ્થમા, દ્વારા વિશ્વ અસ્થમા દિવસનું આયોજન કરવામાં આવે છે. 1993માં સ્થાપવામાં આવેલી ગ્લોબલ ઇનિશિએટિવ ફોર અસ્થમા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સહયોગી સંસ્થા છે. આ વર્ષે અસ્થમા દિવસ ' અનકવરિંગ અસ્થમા મિસકન્સેપ્શન' થીમ પર ઉજવવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે અસ્થમા સાથે જોડાયેલી ભ્રમણાઓને દૂર કરવી. આવું એટલા માટે છે કેમકે અસ્થમાને સંપૂર્ણ રીત ઠીક કરી શકાતો નથી પણ અસ્થમાના અટેકને ઓછો કરવા અથવા રોકવા માટે પ્રયત્નો કરી શકાય છે.
શું છે અસ્થમા?
અસ્થમા ફેફસાની બિમારી છે અને માનવામાં આવે છે કે આનો કોઇ નિશ્ચિત ઉપચાર નથી પણ આના લક્ષણોને કાબૂમાં રાખીને સમસ્યા પર નિયંત્રણ રાખવામાં આવે છે. દમના નામથી જાણિતી આ શ્વાસની બિમારીમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
તેમાં શ્વાસનળીમાં સોજો અથવા તે પાતળી થઇ જાય છે. જેના કારણે ફેફસા વધારે દબાણ અનુભવે છે. એના કારણે શ્વાસ ફૂલવા લાગે છે, ઉધરસ આવવા લાગે છે, છાતીમાં દબાણ અને ઘર્ર ઘર્ર અવાજ આવે છે. અસ્થમાથી કોઇ પણ ઉંમરના વ્યક્તિઓ પ્રભાવિત થઇ શકે છે. સામાન્ય રીતે આની શરૂઆત નાનપણથી થાય છે. જો કે તેના લક્ષણો કિશોરાવસ્થામાં સામે આવે છે.
વધુ વાંચો: કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય
અસ્થમાના બે પ્રકાર હોય છે બહારનો અને આંતરિક અસ્થમા
બહારનો અસ્થમા: આ અસ્થમા ફૂલની રજકણ, પ્રાણીઓ, ધૂળ તથા ગંદકી તથા વંદાના કારણે થાય છે.
આંતરિક અસ્થમા: કેટલાક રસાયણોના શરીરમાં જવાથી આ પ્રકારનો અસ્થમા થાય છે. પ્રદૂષણ અને ધૂમ્રપાનના કારણે આ થઇ શકે છે. સામાન્ય રીતે આ બિમારીની મુખ્ય અસર વાતાવરણમાં પરિવર્તન સાથે થાય છે.
- અસ્થમાના લક્ષણ
અસ્થમાના લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. અમુક લોકોમાં તે સ્થાઇ હોય છે. કેટલાક લોકોમાં વિશેષ પરિસ્થિતિમાં જોવા મળે છે. સામાન્ય રીતે અસ્થમાના કારણે દર્દીને રાત્રે અથવા સવારે, ઠંડીમાં, વધારે કસરત કરવાથી સૌથી વધારે વરસાદ અને ઠંડીના વાતાવરણમાં સૌથી વધારે તકલીફ થાય છે.
ઘણી વખત અસ્થમાના લક્ષણ ખુબ જ વધારે તીવ્ર હોય છે. જેના કારણે અસ્થમાનો એટેક આવવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના કેટલાક લક્ષણો આ પ્રકારે છે.
શ્વાસ ફૂલવો
સતત ઉધરસ આવવી
છાતીમાંથી અવાજ આવવો
છાતીમાં કફ ભરાઇ જવો
છાતીમાં ભાર લાગવો
વધુ વાંચો: ઑક્સિજનનું શુદ્ધ સ્વરૂપ છે મેડિકલ ઑક્સિજન
- અસ્થમાના કારણ
અસ્થમાના અનેક કારણ હોઇ શકે છે, જેમાં મુખ્ય કારણ આ હોઇ શકે છે.
વાયુ પ્રદૂષણ: અસ્થમા એટેકમાંમાં સૌથી મહત્વનું કારણ વાયુ પ્રદુષણ છે. ધૂળ, હવામાં આવેલા હાનિકારક ગેસ, કારખાનામાંથી નિકળતો ધૂમાડો, ધૂપ અગરબત્તી અને કોસ્મેટિક જેવી સુગંધિત વસ્તુઓ અસ્થમાની તકલીફ વધારી શકે છે.
ધુમ્રપાન: ધુમ્રપાનથી અસ્થમાના અટેકની આશંકા વધી જાય છે.
ખાદ્યપદાર્થ: ઘણી વખત ખાવા-પીવાની આદતથી અસ્થમાની અવસ્થામાં અસર પડે છે. સામાન્ય રીતે ઇંડા, માછલી, સોયાબીન, ઘઉં જેવી વસ્તુઓથી એલર્જી થાય છે. તો અસ્થમાના એટેક આવવાની આશંકા વધી જાય છે.
આનુવાંશિકતા: અસ્થમા ઘણી વખત આનુવાંશિક પણ હોઇ શકે છે. જો માતાપિતામાંથી કોઇ એકને અસ્થમા હોય તો બાળકોને આ બિમારી થવાની શક્યતા છે. જો માતાપિતા બન્નેને અસ્થમા હોય તો બાળકોને કોરોના થવાની શક્યતા 50 થી 70 ટકા જેટલી હોય છે જો એકને થાય તો બાળકને અસ્થમા થવાની શક્યતા 30 થી 40 ટકા થાય છે.
તણાવ: ચિંતા, ડરમાં, ભાવાત્મક ઉતાર ચડાવના કારણે તણાવ વધે છે જેના કારણે શ્વાસ નળીમાં તકલીફ વધે છે અને અસ્થમાનો એટેક આવે છે.
- અસ્થમા અને એલર્જીમાં તફાવત
અસ્થમા અને એલર્જી બન્ને એક સિક્કાની બે બાજુ જેવા છે. બન્નેમાં અનેક સમાનતાઓ છે છતાં પણ બન્ને અલગ છે. અનેક દિવસો સુધી શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થાય, રાત્રે સુતી વખતે ઉઘરસ આવે, છાતી ઝકડાયેલી રહે, કસરત કરતી વખતે અથવા સીડી ચડતી વખતે શ્વાસ ફૂલી જવો, ઠંડી અથવા ગરમીમાં શ્વાસ લેવામાં તકલીફ થવી. જાણકારોનું માનવું છે કે અસ્થમા પણ એક પ્રકારની એલર્જી છે. જેવું શરીર એલર્જીવાળી વસ્તુઓના સંપર્કમાં આવે છે કે અસ્થમાનું અટેક આવવાની શક્યતા વધી જાય છે. આથી જ આ અવસ્થાને એલર્જીક અસ્થમા કહે છે
- અસ્થમાને પ્રભાવિત કરતા ખાદ્યપદાર્થો
નવેમ્બર 2017માં ન્યૂટ્રિયટ્સમાં પ્રકાશિત એક સમીક્ષા અનુસાર, કેટલાક એવા ખાદ્યપદાર્થો છે કે જે અસ્થમાના દર્દીઓને હેરાન કરે છે. જેમકે સુકામેવામાં સલ્ફાઇટ મળે છે જે અસ્થમાના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થાય છે. એવા ખાદ્યપદાર્થ કે જેમાં 'પોટેશિયમ બાયસલ્ફેટ' અને 'સોડિયમ સલ્ફાઇડ' જેવા પદાર્થોથી અસ્થમાના દર્દીઓએ દૂર રહેવું જોઇએ. આ ઉપરાંત દર્દીઓ અથાણું, દારૂ અને તળેલો ખોરાક ન ખાવો જોઇએ.