ETV Bharat / sukhibhava

Leukorrhea : જો ધ્યાન આપવામાં ન આવે તો લ્યુકોરિયા જીવલેણ બની શકે છે

સ્ત્રીઓને યોનિમાંથી સફેદ પાણી પડવું-શ્વેત પ્રદર (Leukorrhea) સામાન્ય બાબત છે. પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો તે ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. લ્યુકોરિયા તરીકે ઓળખાતી આ સમસ્યા સામાન્ય રીતે યોનિમાર્ગના ચેપના લક્ષણોમાંનું એક માનવામાં આવે છે. જોકે મોટાભાગે જ્યાં સુધી આ સમસ્યા પીડાદાયક ન બને ત્યાં સુધી તેના પર વધુ ધ્યાન (Gynecological diseases) આપવામાં આવતું નથી.

Leukorrhea : જો ધ્યાન આપવામાં ન આવે તો લ્યુકોરિયા જીવલેણ બની શકે છે
Leukorrhea : જો ધ્યાન આપવામાં ન આવે તો લ્યુકોરિયા જીવલેણ બની શકે છે
author img

By

Published : Dec 6, 2021, 4:19 PM IST

  • મહિલાઓને પજવતો શ્વેત પ્રદરનો રોગ
  • શ્વેત પ્રદર અટકાવવા માટે જરુરી ટિપ્સ
  • ETV Bharat Sukhibhav નિષ્ણાત પાસેથી જાણો સાવચેતીઓ

લ્યુકોરિયા (Leukorrhea) એ એક સામાન્ય રોગ છે જે દરેક ઉંમરની મહિલાઓને થઈ શકે છે. પરંતુ જો આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે તો તે કેન્સર જેવી જીવલેણ બીમારીનું (Gynecological diseases) કારણ પણ બની શકે છે. ઉત્તરાખંડના મહિલા યોગ વિશેષજ્ઞ ડૉ. વિજયલક્ષ્મી જણાવે છે કે મહિલાઓને અલગ-અલગ સમયે યોનિમાંથી અલગ-અલગ પ્રકારનો સ્ત્રાવ થતો હોય છે, જેમ કે માસિક ધર્મ દરમિયાન રક્તસ્રાવ, સામાન્ય સ્થિતિમાં સફેદ પાણી, જેને ચેપના કિસ્સામાં શ્વેત પ્રદર તરીકે ઓળખવામાં આવે છે. તે યોનિમાર્ગમાં લ્યુબ્રિકેશન ઉત્પન્ન કરવા માટે સહવાસ દરમિયાન લોહી અને સ્ત્રાવ સાથે મિશ્રિત પાણી તરીકે ઓળખાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં લો

જો યોનિમાર્ગમાંથી સ્ત્રાવ સામાન્ય હોય તો તેનાથી Leukorrhea ની મોટી સમસ્યાઓ થતી નથી. યોનિમાર્ગની સફાઈ છતાં જો સતત દુર્ગંધયુક્ત સફેદ સ્રાવ થતો હોય અને તે પ્રમાણ પણ વધારે હોય તેમજ જો સ્ત્રાવની સાથે યોનિમાર્ગમાં ખંજવાળ, બળતરા અથવા દુખાવો હોય તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે.

લ્યુકોરિયાના કારણો

ડૉ. વિજયલક્ષ્મી સમજાવે છે કે લ્યુકોરિયા (Leukorrhea) ઘણાં કારણોથી થઈ શકે છે. બેક્ટેરિયલ વેજિનોસિસ અને યોનિમાર્ગ ફૂગના ચેપ જેવા ચેપ સામાન્ય રીતે આ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ સિવાય અસ્વચ્છ શારીરિક સંબંધોને કારણે, ગર્ભાશય મુખ પર કોઈ ચેપ અથવા ઘા,(Gynecological diseases) કેન્સર હોવાના તબક્કામાં પણ લ્યુકોરિયા થઈ શકે છે.

લ્યુકોરિયાના લક્ષણો

બળતરા, દુખાવો અથવા ખંજવાળ સાથે યોનિમાંથી સફેદ પાણી પડવું એ લ્યુકોરિયાનું એકમાત્ર લક્ષણ નથી. આ સિવાય જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે શરીર અલગ-અલગ રીતે સિગ્નલ આપવા લાગે છે, જેમાંથી કેટલાક નીચે મુજબ છે.

  • જ્યારે સફેદ સ્ત્રાવ વધુ ઘાટો, ચીકણો, દુર્ગંધયુક્ત અને પીળાશપડતો કે લાલ-વાદળી જેવી ઝાંય ધરાવતો હોય
  • ડિસ્ચાર્જ સાથે રોગીના શરીરમાં હાથપગ, પિંડીઓ, ઘૂંટણો અને માથામાં દુઃખાવો થવા લાગે
  • ચક્કર, અશક્તિ, પેડૂમાં દર્દ તથા કમરમાં દર્દ થવા લાગે
  • ચહેરાનો રંગ બદલાય, ભૂખ ન લાગે, ચીડિયાપણું, કોઇ કામમાં મન ન લાગવું, મોટી માત્રામાં વાળ ખરવા, કબજિયાત થવી
  • વારંવાર પેશાબ થવો, યોનિ ભીની રહેવા સાથે ખંજવાળ કે બળતરા થવી

ડૉ. વિજય લક્ષ્મી કહે છે કે ગંભીર લ્યુકોરિયાથી (Leukorrhea) બચવા માટે, યોનિમાર્ગને ચેપમુક્ત રાખવાનો પ્રયાસ કરવો જરૂરી છે. આ માટે ખૂબ જ જરૂરી છે કે યોનિમાર્ગને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાના પ્રયત્નો કરવા જોઈએ. જેના માટે કેટલાક ઉપાયો અપનાવી શકાય, જેમ કે:

  • યોનિમાર્ગને હંમેશા કેમિકલમુક્ત, સુગંધમુક્ત અને હળવા સાબુ અને સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ અને હંમેશા સૂકી રાખવાનો પ્રયાસ કરો.
  • માસિક સ્રાવ દરમિયાન દર 5-6 કલાકે પેડ બદલવા જોઈએ.
  • સહવાસ પહેલાં અને ખાસ કરીને પછી પ્રજનન અંગોને (Reproductive health) સારી રીતે સાફ કરવા જોઈએ.
  • સેક્સ દરમિયાન ગર્ભનિરોધક જેવા પ્રોટેક્શનનો ઉપયોગ કરો. જો સેક્સ ટોયનો ઉપયોગ કરવામાં આવે છે તો ધ્યાનમાં રાખો કે તે સંપૂર્ણપણે સ્વચ્છ અને જીવાણુમુક્ત હોય, તેમજ તેના ઉપયોગથી આંતરિક અવયવોને કોઈપણ પ્રકારની ઈજા ન થાય.
  • યોનિમાર્ગને ધોતી વખતે હંમેશા આગળથી પાછળ તરફ પાણી રેડવું જેથી પેશાબ અથવા મળત્યાગ કર્યા પછી બેક્ટેરિયા યોનિમાર્ગમાં પ્રવેશતા અટકે અને તે વિસ્તારને ધોતી વખતે અને સાફ કરતી વખતે આગળથી પાછળ સુધી લૂછો.
  • બને ત્યાં સુધી સુતરાઉ અને આરામદાયક અન્ડરવેર પહેરો.
  • ઉપરાંત, સુરક્ષિત સેક્સ કરો અને STI થી બચવા સુરક્ષાનો ઉપયોગ કરો.

તપાસ જરૂરી

ડૉ. વિજયલક્ષ્મી કહે છે કે શ્વેત પ્રદર ચેપ (Leukorrhea) લાગવાના લક્ષણો દેખાય કે તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ, જેથી ચેપ અને અન્ય સમસ્યાઓને સમયસર અટકાવી શકાય. આ સિવાય 30 વર્ષની ઉંમર પછીની મહિલાઓએ પ્રજનન અંગોમાં કોઈપણ ચેપ અથવા સમસ્યા વિશે જાણવા માટે દર પાંચ વર્ષે એકવાર પેપસ્મીયર ટેસ્ટ (Pap smear test) કરાવવો જોઈએ.

આ સાથે કિશોરીઓને તેમના પ્રાઇવેટ પાર્ટની સ્વચ્છતા અને સલામતીનું મહત્વ સમજાવવું (Reproductive health) ખૂબ જ જરૂરી છે. સાથે જ તેમને એ પણ જણાવવું જરૂરી છે કે જો યોનિમાર્ગમાં કોઈપણ પ્રકારની (Leukorrhea) પરેશાની અથવા સમસ્યા હોય તો પોતાની માતાને અથવા ઘરની કોઇપણ સ્ત્રીને જણાવે જેથી તેની સારવાર થઈ શકે.

આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે

આ પણ વાંચોઃ સંબંધોમાં ખૂબ જ જરૂરી છે આનંદ અને હાસ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.