ETV Bharat / sukhibhava

સ્તનપાનને સરળ બનાવી શકે છે આ સાધનો - બ્રેટ મિલ્ક સ્ટોરેજ બેગ

ઘણી વખત પ્રથમ વખત માતા બની હોય તેવી અને કેટલીક સમસ્યાઓથી પ્રભાવિત મહિલાઓને તેમના બાળકોને કુદરતી રીતે સ્તનપાનમાં ( Breast feeding ) સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ એવી છે જે સ્તનપાન માટે મહિલાઓને ઘણી મદદરૂપ થઈ શકે છે.

સ્તનપાનને સરળ બનાવી શકે છે આ સાધનો
સ્તનપાનને સરળ બનાવી શકે છે આ સાધનો
author img

By

Published : Jul 30, 2021, 4:17 PM IST

  • સ્તનપાન કરાવતી માતાઓ માટે મહત્ત્વની વાત
  • સ્તનપાન સમયની સમસ્યાઓ કરી આપે હલ
  • સ્તનપાનમાં ઉપયોગી સાધનો વિશે જાણો

માતૃત્વનો પથ હંમેશા સરળ હોતો નથી. સામાન્ય રીતે માતાઓ માટે આ પ્રવાસ સરળ હોય છે પરંતુ કેટલીકવાર વિવિધ કારણોસર કેટલીક માતાઓએ કેટલીક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે, ખાસ કરીને ( Breast feeding ) સ્તનપાનમાં. શારીરિક સમસ્યાઓ, અનુભવના અભાવ અથવા આસપાસના સંજોગોને કારણે ઉદ્ભવતી આ સમસ્યાઓ અને મુશ્કેલીઓથી બચવા માટે કેટલીક પ્રોડક્ટ્સ મહિલાઓને ઘણી મદદરૂપ થઈ શકે છે, જે નીચે મુજબ છે.

બ્રેસ્ટ પંપ

ચોક્કસ સમય માટે ફ્રિજ અથવા અન્ય કોઈ જગ્યાએ સ્ટોર કરી શકાય

દરેક વ્યક્તિ બાળકના જન્મ પછી 6 મહિના સુધી માતાના દૂધના મહત્વથી વાકેફ હોય છે. દહેરાદૂનના બાળરોગ નિષ્ણાત ડોક્ટર લતિકા જોશી જણાવે છે કે જે બાળકો જન્મ પછી તરત જ સ્તનપાન ( Breast feeding ) કરાવાતું હોય છે તે શારીરિક રીતે તંદુરસ્ત જ હોય ​​છે, સાથે પ્રમાણમાં સારી રીતે માનસિક ક્ષમતાઓનો વિકાસ પણ સારો થાય છે. પરંતુ કામ કરતી મહિલાઓને બાળકને જરૂર પડે ત્યારે સ્તનપાન કરાવવું મુશ્કેલ બની શકે છે, તેથી આ પ્રોડક્ટ તેમના માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ પંપ દ્વારા, માતાઓ તેમના દૂધને બહાર કાઢી શકે છે અને તેને ચોક્કસ સમય માટે ફ્રિજ અથવા અન્ય કોઈ જગ્યાએ સ્ટોર કરી શકે છે. પરંતુ ખાસ કાળજી એ લેવી જોઈએ માતાનું એકત્રિત દૂધ ફક્ત મર્યાદિત અવધિ માટે જ સાચવી શકાય છે. આ દૂધને ગેસ અથવા માઇક્રોવેવમાં ગરમ ​​ન કરવું જોઈએ. આં કરવાથી દૂધના પોષક મૂલ્યનો નાશ થાય છે.

બ્રેસ્ટ મિલ્ક સ્ટોરેજ બેગ

જરૂર પડે ત્યારે અથવા જાહેર સ્થળોએ ઉપયોગમાં લઇ શકાય

બાળકને સંભાળવાની સાથે માતા માટે ઘરનું અને ઓફિસનું કામ કરવું ઘણું મુશ્કેલ છે. ખાસ કરીને તે માતાઓ માટે કે જેમણે બાળકને સ્તનપાન ( Breast feeding ) કરાવવું હોય. આવી સ્થિતિમાં બ્રેસ્ટ મિલ્ક સ્ટોરેજ બેગ ખૂબ મદદરૂપ થઈ શકે છે. માતાઓ તેમનું દૂધ આ બેગમાં સ્ટોર કરી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે અથવા જાહેર સ્થળોએ સ્તનપાનને બદલે આ બેગ સાથે બાળકને સરળતાથી પીવડાવી શકે છે.

બ્રેસ્ટ પેડ

દૂધ શોષી લે છે જેથી કપડા પર ડાઘ પડતા નથી

સ્તનપાન ( Breast feeding ) કરાવતી મહિલાઓમાં સ્તનમાંથી દૂધ લીક થવાની સમસ્યા જોવા મળે છે. આ એક સામાન્ય વસ્તુ છે. પરંતુ આને કારણે માતાઓ કેટલીક વખત અકળામણ અને અસ્વસ્થતા અનુભવી શકે છે. કારણ કે સ્તનોમાંથી દૂધ લીક થવાને કારણે તેમના કપડાં બગડી શકે છે. આ સમસ્યા કામ કરતી માતાઓને વધુ પરેશાન કરી શકે છે. બ્રેસ્ટ પેડ્સ આમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. માતાના સ્તનોમાંથી વધારે માત્રામાં દૂધ નીકળવાની અસર કપડાં પર દેખાતી નથી. તમારે ફક્ત તમારી બ્રાના કપમાં આ પેડ્સ મૂકવાના છે. તે દૂધ શોષી લે છે જેથી કપડા પર ડાઘ પડતા નથી. કદાચ શક્ય હશે.

નિપલ શિલ્ડ

કેટલીકવાર માતાના સ્તનની ડીંટડીના મોટા કદ અથવા તેમાં ચીરા પડવા જેવી સમસ્યાને કારણેે બાળકને કુદરતી રીતે ખવડાવવામાં પીડા અથવા અન્ય સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં ડોકટરો નિપલ શિલ્ડ ઉપયોગ કરવાની ભલામણ કરે છે. આ એક પ્રકારનું પાતળું સિલિકોન કવર છે જે સ્તનપાન ( Breast feeding ) દરમિયાન સ્તનની ડીંટડી અને એરોલા ઉપર પહેરવામાં આવે છે.

નર્સિંગ પીલો

બાળકને આ ઓશીકા પર મૂકવાથી માતાને સ્તનપાન કરાવવું સરળ બને છે

જ્યારે સ્તનપાન ( Breast feeding ) કરાવતા હોવ ત્યારે નર્સિંગ પીલો ઘણી સુવિધા આપી શકે છે. ડિલિવરી પછી સ્તનપાન કરાવતી વખતે સ્ત્રીઓને સામાન્ય રીતે સીધા બેસવું અને ખવડાવવા માટે નીચે વળવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં નર્સિંગ ઓશીકું અથવા જેને સ્તનપાન ઓશીકું પણ કહેવામાં આવે છે તે ખૂબ મદદ કરે છે. બાળકને સ્તનપાનના ઓશીકા પર મૂકવાથી માતાને સ્તનપાન કરાવવું સરળ બને છે. આટલું જ નહીં, તે માતાની કમરને ટેકો પણ આપે છે, જેના કારણે માતાને બેસવામાં અને હાથના દુખાવામાં રાહત મળે છે.

સાફસફાઈ જરુરી

ડો. લતિકા જોશી જણાવે છે કે ફક્ત બાળક જ નહીં, માતાના સ્વાસ્થ્યની બહેતરી માટે તેમને કોઇપણ પ્રકારના સંક્રમણથી બચાવવા જરુરી છે. તેના માટે જરુરી છે કે તેમના દ્વારા વાપરવામાં આવતી તમામ ચીજો એકદમ સ્વચ્છ હોય. ભલે તે કોઈ પ્રકારનું કાપડ, એસેસરીઝ અથવા બ્રેસ્ટ મિલ્ક પંપ હોય. જો કોઈ મહિલા પંપનો ઉપયોગ કરી રહી છે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઉપયોગ પહેલા અને પછી તેને ગરમ પાણીથી સારી રીતે સાફ કરવો જોઈએ. બ્રેસેટ પેડ્સના ઉપયોગમાં પણ સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. કેમ કેે જો સુતરાઉ પેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય અને પેડ ભીના થાય તો તરત જ તે કાઢી નાંખો, કારણ કે ભીના પેડ્સ ત્વચામાં ચેપ લગાડી શકે છે.

આ પણ વાંચોઃ બાળકીઓના આહારનું Menstruation સમયે રાખો ખાસ ધ્યાન

આ પણ વાંચોઃ કમરના સ્નાયુઓને મજબુત કરશે આ કસરતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.