- દેશમાં વધી રહી છે ઑક્સિજનની માંગ
- શું છે મેડિકલ ઑક્સિજન ?
- અલગ અલગ રીતે તૈયાર કરાય છે ઑક્સિજન
ન્યૂઝ ડેસ્ક: છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ઑક્સિજનની અછતના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વાત લગભગ સૌ કોઇ જાણે છે કે કોરોનાના કારણે દર્દીના શરીરમાં ઑક્સિજનની અછત સર્જાય છે ત્યાં સુધી કે શરીરમાં ઑક્સિજનની અછત કોરોનાનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે. ETV ભારત, સુખીભવના વાચકોને મેડિકલ ઑક્સિજન સાથે જોડાયેલી કેટલીક વિશેષ માહિતી આપી રહ્યું છે.
મેડિકલ ઑક્સિજન શું છે ?
આપણા વાતાવરણના ઑક્સિજનમાં અન્ય ગેસ, ધૂળ અને અન્ય કણો પણ હોય છે જેને સામાન્ય અવસ્થામાં માણસોના ફેફસા અલગ કરે છે. જો કે શારિરીક રીતે નબળા અથવા રોગગ્રસ્ત દર્દીઓના ફેફસા પ્રાકૃતિક રીતે ઑક્સિજન નથી મેળવી શકતા. જ્યારે મેડિકલ ઑક્સિજનને 98 ટકા શુદ્ધ માનવામાં આવે છે કેમકે આ ઓક્સિજનમાં અન્ય ગેસ, ધૂળ જેવી અશુદ્ધીઓ નથી હોતી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મેડિકલ ઑક્સિજનને અતિ આવશ્યક દવાની યાદીમાં મુકવામાં આવ્યું છે અને સામાન્ય રીતે તે આ ડૉક્ટરની સલાહ પર જ આપવામાં આવે છે.
વધુ વાંચો: કોરોના કાળમાં વધી ઑક્સિમીટરની માંગ, જાણો તેના કાર્ય
કેવી રીતે બને છે મેડિકલ ઑક્સિજન ?
આપણા વાતાવરણમાં ઑક્સિજન લગભગ બધી જ જગ્યાએ ફેલાયેલો છે. હવામાં તે 21 ટકા છે મળી આવે છે. જ્યારે નાઇટ્રોજન 78 ટકા સાથે જ હાઇડ્રોજન, નિયોન, જીનોન, હિલીયમ અને કાર્બન ડાયોક્સાઇડ જેવી ગેસનું સંયુક્ત સ્તર 1 ટકા જેટલું છે. જ્યારે પાણીના 10 લાખ મોલેક્યૂલમાં ઑક્સિજનના 10 મોલિક્યૂલ હોય છે. મેડિકલ ઑક્સિજન તૈયાર કરવાની પ્રક્રિયા પ્લાન્ટમાં થાય છે. મેડિકલ ઑક્સિજનના નિર્માણની પ્રક્રિયામાં હવામાંથી ઑક્સિજન સિવાયના ગેસ દૂર કરવામાં આવે છે. એર સેપ્રેશન ટેક્નિકથી હવાને પહેલા કંપ્રેસ કરવામાં આવે છે અને પછી ફિલ્ટરની મદદથી તેમાંથી અશુદ્ધીઓ દૂર કરવામાં આવે છે. આ સિવાય હવાને ડિસ્ટીલ કરવામાં આવે છે. જેથી ઑક્સિજનમાંથી બાકીના ગેસ સંપૂર્ણ રીતે દૂર થઇ ગાય છે. બાદમાં આ ઑક્સિજન લિક્વિડમાં બદલાઇ જાય છે. જેને સરળતાથી મોટા મોટા ટેન્કરમાં ભરવામાં આવે છે. આ ટેન્કર્સને નિશ્ચિત તાપમાન સાથે ડિસ્ટ્રિબ્યુટર્સ સુધી પહોંચાડવામાં આવે છે. બાદમાં ડિસ્ટ્રીબ્યુટર્સ તરલ ઑક્સિજનને ગેસમાં પરિવર્તિત કરીને બાટલામાં ભરે છે.
આ સિવાય પણ મેડિકલ ઑક્સિજન તૈયાર કરવાની કેટલીક રીત છે જેમાં વેક્યૂમ સ્વિંગ એડસરપ્શન પ્રોસેસ અને ઇલેક્ટ્રોલિસિસ ખૂબ જ પ્રખ્યાત છે. જેના માટે પાણીમાંથી કરંટ પાસ કરવામાં આવે છે જેથી પાણીના ઓક્સિજન અને હાઇડ્રોજન અણુઓ અલગ થઇ જાય છે. જેવી રીતે આ બંને વાયુઓ અલગ થાય છે તેને મશીનોમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન બંને ગેસ તૈયાર થાય છે.
વધુ વાંચો: મ્યૂટેશન થતા રહેશે, આપણે સાવચેત રહેવાની જરૂર છે - ડૉ. શશાંક જોશી
મેડિકલ ઑક્સિજનની કમીથી વધી મુશ્કેલી
આંકડાની માનીએ તો એપ્રિલ માસમાં કોવિડ - 19ની બીજી લહેરના કારણે ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશમાં મેડિકલ ઑક્સિજનની જરૂરીયાત 4,795 મેટ્રીક ટન થઇ ગઇ છે. અચાનકથી વધતી માંગના કારણે દેશભરમાં ઑક્સિજનની સપ્લાયમાં વધારો થયો છે. જેના કારણે વધારે પ્રમાણમાં ઑક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સ્તરે મેડિકલ ઑક્સિજન પ્લાન્ટના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બંધ થયેલા પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. જાણકારો અને ડૉક્ટર્સનું માનવું છે કે આ તમામ પ્રયત્નોથી ઝડપથી ઑક્સિજનની ઉપલબ્ધતા સરળ બનશે. જેથી લોકોને ઑક્સિજનના કાળાબજારીથી મુક્તિ મળશે