ETV Bharat / sukhibhava

Teenagers Changes: કિશોરવયના બાળકો કેમ વધુ સંવેદનશીલ હોય છે?

ટીનેજ (teenagers Changes) એવા પ્રકારની વય ધરાવે છે, જ્યાં બાળકોનું વર્તન અચાનક ખૂબ ગુસ્સે અને જીદ્દી બની જાય છે. પહેલાના યુગમાં બાળકોના વર્તનમાં આવતા આ ફેરફારો પર બહુ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ આજના યુગમાં ટીનેજ બાળકોમાં સંવેદનશીલતાનું પ્રમાણ (sensitivity teenager) ઘણું વધી ગયું છે. આ પરિસ્થિતિમાં, જો તેમની સમસ્યાઓનું નિરાકરણ અને યોગ્ય સમયે તેમને મદદ કરવામાં ન આવે તો તેઓ તેમની માનસિક સ્થિતિને (teenage Mental Health Issues) નુકસાન પહોંચાડી શકે છે.

Teenagers Changes: કિશોરવયના બાળકો કેમ વધુ સંવેદનશીલ હોય છે, વાંચો પૂરા સમાચાર

author img

By

Published : Jan 1, 2022, 6:20 PM IST

નયૂઝ ડેસ્ક: ટીનેજ એવા પ્રકારની વય ધરાવે છે, જ્યાં બાળકોનું વર્તન અચાનક ખૂબ ગુસ્સે અને જીદ્દી (teenage Mental Health Issues) બની જાય છે. પહેલાના યુગમાં બાળકોના વર્તનમાં આવતા આ ફેરફારો પર બહુ ધ્યાન આપવામાં આવતું ન હતું, પરંતુ આજના યુગમાં ટીનેજ બાળકોમાં સંવેદનશીલતાનું (teenagers Changes) પ્રમાણ ઘણું વધી ગયું છે.

જાણો કેમ ટીનેજમાં બાળકોને વધુ પ્રમાણમાં ગુસ્સો આવે છે?

"ટીનેજ"માં આવતા ફેરફારોને રોકી શકાતા નથી, પરંતુ બાળકોના મૂડ અને તેમના ગુસ્સાભર્યા વર્તનને નિયંત્રિત કરવા માટે પ્રયાસો જરૂરથી કરી શકાય છે. મનોચિકિત્સક ડો.રેણુકા શર્મા જણાવે છે કે, કિશોરાવસ્થામાં બાળકોના વર્તનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ તે સમય છે, જ્યારે બાળકો પ્રથમ વખત ઘણી નવી વસ્તુઓ અને નવા મુદ્દાઓથી પરિચિત થાય છે. ઉપરાંત આ ઉંમરે વર્તમાન સમયમાં શાળા, મિત્રો, કુટુંબ, સોશિયલ સિસ્ટમ અને સોશિયલ મીડિયા સહિતની વસ્તુઓનું દબાણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં તેમના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો અને જિજ્ઞાસાઓ ઉદ્દભવે છે. વધુમાં આ ઉંમરે મોટાભાગના બાળકો તેમની વાતચીત અને પ્રવૃત્તિઓમાં સ્વતંત્રતા ઇચ્છે છે, જ્યારે તેણે તે મળતી નથી આ સાથે જ તેમની જિજ્ઞાસા પણ સંતોષાતી નથી, ત્યારે તેમની સમસ્યાઓ તેમના વર્તનમાં દેખાવા લાગે છે.

માતા-પિતાએ બાળકોને સમજવા જોઇએ

ડો.રેણુકા કહે છે કે, આ ઉંમરે માતા-પિતા બાળકોના પક્ષને સમજે અને તેમની સાથે એ રીતે વર્તન કરવું જોઇએ. આ સાથે ઘરનું વાતાવરણ એવું રાખવું જોઇએ કે જ્યાં બંને એકબીજા સાથે ખુલીને વાત કરી શકે અને પોતાની સમસ્યાઓ સામે રાખી શકે તે ખૂબ જ જરૂરી છે.

આજના યુગમાં બાળકો વધુ સંવેદનશીલ છે

સામાન્ય રીતે, જ્યારે માતા-પિતા બાળક સાથે ગુસ્સામાં અથવા બૂમો પાડીને વાત કરે છે, ત્યારે બાળકો પણ તેમને તે જ અંદાજમાં જવાબ આપે છે. આજના યુગમાં બાળકો વધુ સંવેદનશીલ બન્યા છે. આવી સ્થિતિમાં ક્યારેક માતા-પિતાના તેમને ઉંચા અવાજમાં સમજાવવાથી કે ગુસ્સે થવાથી પણ તેમના મનમાં નકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. જો માતાપિતા તેમની સાથે સામાન્ય અને શાંત અવાજમાં વાત કરે અને તેમને તેમની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક આપે તો તેઓ પણ તેમની વાત સમજી શકશે.

માતા-પિતાએ બાળકો સાથે પૂરતો સમય વ્યતીત કરવો

આ ઉંમરે, બાળકો એવા તબક્કામાં હોય છે, જ્યાં તેમને લાગે છે કે તેઓ મોટા થઇ ગયા છે, પરંતુ તેમના માતાપિતાની સામે તેઓ નાના જ છે. આ સ્થિતિમાં ઘણી વખત વાલીઓ તેમને સમજાવે છે તો તેમને તે પસંદ આવતું નથી. આ સિવાય ઘણી વખત જો માતા-પિતા બન્ને તેમને પૂરતો સમય નથી આપી શકતા તો તેઓ એકલતા અનુભવવા લાગે છે, પરંતુ અહંકારના કારણે મોટા ભાગના બાળકો પોતાની લાગણીઓ બોલીને વ્યક્ત કરી શકતા નથી. જેના કારણે તેમની અંદર ગુસ્સો ભયાનક સ્વરૂપ ધારણ કરે છે.

જાણો ડો.રેણુકા શું સલાહ આપે છે

રેણુકા જાણકારી આપે છે કે, માતા-પિતા બાળકોને ભલે ઓછો સમય આપે, પરંતુ તે એવો સમય હોવો જોઈએ કે બન્ને એકબીજાને ખુલીને પોતાના મનની વાત સામે રાખી શકે. આમ કરવાથી બાળકોના મનની અડધી ચિંતાઓ આપોઆપ ખતમ થઈ જશે અને માતા-પિતા પર તેમનો વિશ્વાસ વધશે.

બાળકોને આત્મનિર્ભર બનાવા જોઇએ

આ સાથે બાળકોને હંમેશા એવો અહેસાસ ના કરાવો જોઈએ કે તેઓ ખૂબ નાના છે, પરંતુ તેમને આત્મનિર્ભર બનવાની તક અને શિક્ષા આપવી જોઈએ. આમ કરવાથી, તેઓ માત્ર નિર્ણય લેવાની ક્ષમતા જ નહીં વિકસાવશે, તેઓનો આત્મવિશ્વાસ પણ મજબૂત (teenagers Bulid Confidance) થશે. આ સિવાય આવું કરવાથી બાળકો અને તેમના માતા-પિતા વચ્ચેનો સંબંધ મજબૂત થશે અને ઘરમાં ઉત્સાહપૂર્વક વાતાવરણ સર્જાશે.

માતાપિતાએ બાળકોને સંસ્કૃતિ વિશે જ્ઞાન પ્રદાન કરવું જોઇએ

માતાપિતા સામાન્ય રીતે તેમના બાળકોને સલાહ આપે છે કે, તેમના માટે શું સારું છે અને શું ખરાબ છે. આ સિવાય કેવા પ્રકારની આદતોને આપણા નિયમિત વ્યવહારમાં લાવવી જોઈએ અને કઈ આદતો બિલકુલ ન અપનાવવી જોઈએ, પરંતુ સૌથી મોટી વાત એ છે કે, મોટાભાગના માતા-પિતા પોતાના જીવનમાં જે તે નિયમો અને સૂચનાઓનું પાલન કરતા નથી. એક વિશેષ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે, બાળકો માટે તેમના માતા-પિતા તેમના માટે આદર્શ હોય છે અને તેઓ તેમના વર્તનને જાણતા-અજાણતા અપનાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ મોટા ભાગના બાળકો શીખવેલી બાબતો પર ધ્યાન આપતા નથી. તેથી, તેમને બોલીને કંઈપણ શીખવવાને બદલે, તેમના વ્યવહારમાં સારી ટેવોને લાવવી જોઇએ જેમ કે, શિસ્ત, વર્તનમાં નમ્રતા, બીજાઓ સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી લાગણીઓને કંઇ રીતે અંકુશમાં રાખવી. જો માતા-પિતા પોતાના વર્તનમાં આ નાની-નાની બાબતોને રોજીંદા જીવનમાં લાવશે તો બાળકો પણ આપોઆપ તે આદતોને પોતાના વર્તનમાં સમાવી લેશે.

બાળકોના વ્યવહારમાં સભ્યતા અને શાંતી આવે

ડો.રેણુકાનું માનવું છે કે, જરૂરી નથી કે આ બધી બાબતોને અજમાવાથી બાળકોના વ્યવહારમાં સભ્યતા અને શાંતી આવે, પરંતુ આ ઉપાયોથી ઘણી મદદ મળી શકે છે. આ સાથે જણાવે છે કે, આજના યુગમાં બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં કેટલાક બાળકોમાં ભાવનાત્મક રીતે નબળા પડવાની સમસ્યા પણ પ્રત્યક્ષ આવે છે. જો આ વિશે ખાસ તકેદારી રાખવામાં નહિ આવે તો નાની નાની બાબતોને કારણે તેમને નુકસાન પહોંચાડવાનો વિચાર ખીલે છે.

બાળકોનું કાઉન્સેલિંગ કરાવું એ સારો વિકલ્પ

એટલા માટે માતાપિતાએ તેમના બાળકોના વર્તન પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો બાળકના વર્તનમાં ગુસ્સો દેખાય અથવા બાળક બહુ ઓછું કે વધારે બોલતું હોય, અથવા બહુ ઓછું કે વધારે ખાઇ કે પોતાને નુકસાન પહોંચાડવાની વૃત્તિ હોય તો સાવચેત રહેવાની જરૂર છે. આવી સ્થિતિમાં બાળકોનું કાઉન્સેલિંગ (teenage Behaviour Cunselling) કરાવું એ સારો વિકલ્પ શકે છે.

આ પણ વાંચો:

Health Benefits Of Fish Oil : ઓમેગા-3 સમૃદ્ધ માછલીનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Juice for Good Health : બાળપણમાં જ્યુસ પીવાની ટેવથી પછીનું જીવન ફાયદાકારક બની શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.