દરેક વ્યકિત સુંદર, ડાઘ-મુક્ત અને ચમકદાર ત્વચા (Skin Care tips) ઈચ્છે છે, પરંતુ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને આહારની આદતોને જોતાં તે એક કાર્ય બની શકે છે. તમારી જીવનશૈલીની પસંદગી તમારી ત્વચાને નિસ્તેજ અને થાકેલી દેખાડી શકે છે અને ખીલ, બ્લેકહેડ્સ વગેરે જેવી સમસ્યાઓનું (Skin related problems) કારણ બની શકે છે. આ સમસ્યા અંગે આશા સકલાની જણાવે છે કે, આંતરિક કારણો સહિત અમુક બાહ્ય પરિબળો અને જીવનશૈલીની પસંદગી પણ આપણી ત્વચાને અસર કરે છે. આ પ્રકારના કેટલાક પરિબળો નીચે દર્શવામાં આવ્યાં છે.
ત્વચાના સ્વાસ્થ્યને દુષિત હવા ઘણી અસર કરે
આપણી ત્વચાના સ્વાસ્થ્યને દુષિત હવા ઘણી અસર કરે છે. હવામાં રહેલા પ્રદૂષકો, આપણી ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે, તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પ્રદૂષિત હવા આપણી ત્વચામાંથી ભેજ ખેંચેવા સાથે તે તેને શુષ્ક અને નિસ્તેજ પણ બનાવે છે. ઉપરાંત, તેમાં રહેલા ઓઝોન, નાઇટ્રોજન ઓક્સાઇડ અને રજકણ કોલેજન અને ઇલાસ્ટિન ફાઇબરને પણ હાનિ પહોંચાડે છે. આ સાથે ત્વચામાં બળતરા, લાલાશ, ખરજવું, અકાળ વૃદ્ધત્વ, કરચલીઓ, એલર્જી, ડાર્ક સ્પોટ્સ, ત્વચામાં સોજો, સૉરાયિસસ અને કેટલાક કિસ્સાઓમાં ત્વચાના કેન્સરનું જોખમ પણ વધે છે.
સૂર્યના હાનિકારક કિરણો પણ ત્વચાને અસર કરે છે
પ્રદુષકોની સાથે સૂર્યના હાનિકારક કિરણો ત્વચાની ઘણી સમસ્યાઓ જેમ કે હાયપરપીગ્મેન્ટેશન, કરચલીઓ, એલર્જી અને ટેનનું કારણ બને છે. 'મિકેનિકલ બિહેવિયર ઑફ બાયોમેટિરિયલ્સ' જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાનું કેન્સર થવાના સંભાવના રહે છે.
માનવ શરીરનો 60 ટકા ભાગ પાણી પર નિર્ભર
માનવ શરીરનો 60 ટકા ભાગ પાણી પર નિર્ભર છે, તેથી જ એકંદરે શરીર માટે પાણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાણી ઓછુ પીવુ અથવા ડિહાઇડ્રેશન પણ સ્વાસ્થ્યના વિકાસ માટે જવાબદાર ગણી શકાય. જો આપણે ત્વચા અંગે વાત કરીએ, તો યોગ્ય પ્રમાણમાં પાણીનું સેવન ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ કરે છે, છિદ્રોને સ્વચ્છ રાખે છે તેમજ શરીરમાંથી ઝેર દૂર કરે છે.
આ પણ વાંચો: Kidney problems: પુરુષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ થવાની સંભાવના
દરરોજ 7થી 9 કલાકની ઊંઘ જરૂરી
દરેક વ્યક્તિ એ હકીકતથી વાકેફ છે કે, ઉંઘ ન આવવી કે પૂરતા પ્રમાણમાં ઉંઘ ન થાય તો ડાર્ક સર્કલ થઈ શકે છે અને સાથે જ વ્યકિતનો ચહેરો થાકેલા દેખાય છે. આ માટે દરરોજ 7થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘ શરીરની જૈવિક ઘડિયાળને પણ યોગ્ય રાખે છે, જેની અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ઊંઘની અછત વૃદ્ધત્વ પ્રક્રિયાને વેગ આપે છે અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ ઉદ્ભવે છે.
તણાવ પણ આપણી ત્વચાના સ્વાસ્થ્યને અસર કરે
વધુ પડતો તણાવ પણ આપણી ત્વચાના સ્વાસ્થ્યને અસર કરે છે. જેનું કારણ એ છે કે, તણાવ શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું પ્રમાણ વધારે છે, જે ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે. આનાથી ખીલ, ડાર્ક સર્કલ, અકાળ વૃદ્ધત્વ, ખરજવું અને સૉરાયિસસ થવાની શક્યતાઓ વધી જાય છે.
ધૂમ્રપાન કોલેજન તંતુઓને અસર કરે છે
ધૂમ્રપાન કોલેજન તંતુઓને અસર કરે છે અને તે ત્વચામાં ઉત્પન્ન થતો એન્ઝાઇમ સ્થિતિસ્થાપક ફાઇબરને નુકસાન પહોંચાડે છે. તે જ સમયે, ધૂમ્રપાનથી ત્વચા પર યુવી કિરણોની અસર પણ વધે છે. તે ધમનીઓના સાંકડા તરફ પણ દોરી જાય છે, જે ત્વચાથી જોડાયેલી પેશીઓને વધુ નુકસાન પહોંચાડે છે.
વધુ પડતા જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધે
વધુ પડતા જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધે છે. જો આ ઝેર શરીરમાં એકઠા થવાનું ચાલુ રાખે છે, તો તે યકૃત પર તાણ લાવી શકે છે, જેની અસર પિમ્પલ્સના સ્વરૂપમાં ત્વચા પર પ્રતિબિંબિત થાય છે. જો તંદુરસ્ત આહારમાં ફેરફાર ન કરવામાં આવે તો ત્વચા સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ પણ દેખાઈ શકે છે.
આ પણ વાંચો: ખેલ દરમિયાન પહોંચતી ઇજાઓને ટાળો છો તો આ ખતરો છે