ETV Bharat / sukhibhava

ભારતમાં કોવિડ - 19ની બીજી વેવ ત્રાસ સમાન : ડૉ વિવેક મૂર્તિ - ભારતમાં કોવિડ - 19ની બીજી લહેર

અમેરિકાના સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિએ જરૂરતના સમયે એક બીજાને મદદ કરવાની જરૂરીયાત પર ધ્યાન આપતાં જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ - 19 મહામારીની બીજી લહેર એક ત્રાસ સમાન છે.

ભારતમાં કોવિડ - 19ની બીજી વેવ ત્રાસ સમાન

author img

By

Published : May 7, 2021, 9:15 PM IST

  • ભારતમાં કોરોનાની સ્થિતિ વિકટ
  • વિશ્વના તમામ દેશોએ સાથે ઉભા રહેવાની જરૂર
  • સૌએ રહેવું પડશે સતર્ક

ન્યૂઝડેસ્ક: ભારતીય મૂળના અમેરિકી ડૉક્ટર મૂર્તિએ એક ટેલિવિઝનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે," કોવિડ - 19એ આપણને શિખવ્યું છે કે કોઇ પણ મહામારી સામે લડવા માટે આપણે એક થવું પડશે. સંપૂર્ણ દુનિયાના રૂપમાં આપણે એકબીજાની મદદ કરવી પડશે રસીના સંદર્ભમાં દુનિયાભરમાં પુરતી રસી છે કે નહીં તે આપણે સુનિશ્ચિત કરવું પડશે. જેથી લોકોને સારવાર મળી રહે તેમને પીપીઇ કીટ પુરતા પ્રમાણમાં છે તે સુનિશ્ચિત કરવું જોઇએ. દરેક દેશને કોવિડ - 19નો ખતરો છે.

વધુ વાંચો: કોવિડ ન્યૂમોનિયાગ્રસ્ત મહિલાઓના ફેફસાં ખરાબ થવાની શક્યતા ખૂબ વધારે : લેન્સેટ

આપણે રહેવું પડશે સતર્ક

ભારતમાં અત્યારની કોવિડ - 19ની સ્થિતિ પર એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું છે કે અમેરિકા પણ આવી સ્થિતિનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું હતું કે," હંમેશા જ આની સંભાવના રહેલી છે અને આપણે સતર્ક રહેવાની જરૂર છે. મને આશા છે કે જો આપણે રસીકરણ કરીશું તો આપણે દેશ માટે કશુંક સારું કરીશું."

વધુ વાંચો: અત્યારની જીવન શૈલીમાં આપણી પ્રાચીન પ્રથાઓ છે ખૂબ જ ઉપયોગી

ડૉક્ટર્સ વાઇરસને સમજવાનો કરી રહ્યાં છે પ્રયત્ન

મૂર્તિએ એવું પણ કહ્યું કે," ભારતમાં જે કઇંક થઇ રહ્યું છે તે એક ત્રાસ છે. ભારત સામે અનેક પડકારો છે પણ ત્યાં અત્યારે વાયરસનું જે સ્વરૂપ બી 117 છે તે અમેરિકામાં પણ તબાહી મચાવી ચુક્યો છે અને આપણે જાણીએ છીએ કે વાઇરસનુ આ સ્વરૂપ ગત વર્ષે અમેરિકામાં જોવા મળેલા વાઇરસ કરતાં 50 ગણી વધારે ઝડપથી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું કે વાઇરસના 617 સ્વરૂપ વધારે ઘાતક હોઇ પણ શકે છે. ડૉક્ટર તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.