- ગુણોની ખાણ છે રૂદ્રાક્ષ
- હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષનો ઉપયોગ માળા તરીકે થાય છે
- અનેક રોગમાં લાભદાયક છે રુદ્રક્ષ
ન્યૂઝ ડેસ્ક : હિંદુ ધર્મમાં પ્રાર્થના માટે માળામાં ઉપયોગમાં લેવાતા રુદ્રાક્ષના ફાયદા અને આયુર્વેદિક ઔષધિઓ અંગે આયુર્વેદિક ઔષધિઓ અને તેના ઉપયોગ અંગે માહિતી આપતા આયુર્વેદાચાર્ય ડૉ. પી.વી. રંગનાયકુલુએ ETV BHARATને જણાવ્યું છે કે, અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષનો ઉપયોગ અનેક જટિલ સમસ્યાઓને જડમૂળથી નિવારવા માટે થાય છે. ભારતમાં રુદ્રાક્ષ ભૂતનાથ અથવા શિવાંશ જેવા નામથી પ્રચલિત રુદ્રાક્ષ નામની વનસ્પતિ જેનું નામ ઇલિયોકાર્પસ ગેનિટ્રસ છે. ડાર્ક બેરી નામ ના નામે પ્રસિદ્ધ રુદ્રાક્ષને દુનિયાભરમાં ઇલિયોકાર્પસ જીનસ, ઉલિયોકાર્પસ ગેનિટ્રસ તથા ઇ. સ્પરોકોરપસ નામથી ઓળખવામાં આવે છે. રુદ્રાક્ષ ગંગાના ડેલ્ટા, સબ હિમાલયન ટરેન એટલે કે હિમાલયની નિચેની કુંદરાઓમાં તથા દક્ષિણ પૂર્વ એશિયામાં વિવિધ પ્રજાતિઓમાં જોવા મળે છે.
આ પણ વાંચો: આયુર્વેદમાં કેન્સરવિરોધી ઔષધિઓ
આયુર્વેદમાં રુદ્રાક્ષ ગરમીના કોઠા વાળા લોકો માટે એક ઔષધી સમાન છે
ચિકિત્સકીય ગુણોની વાત કરીએ તો રુદ્રાક્ષમાં કેલ્શિયમ, ઑક્સલેટ, ગૈલિક અલ્મ, ટૈનિન્સ, ફ્લેોનૉયડ્સ દોના ગુણો પણ મળે છે જે શરીરમાં મુક્ત કણોને સંતુલિત રાખે છે તથા જિન ઉત્પરિવર્તન પર નિયંત્રણ રાખે છે અને જરૂર પડે તો જિન્સમાં સુધારો પણ કરે છે. ડૉ. રંગનાયકુલુએ જણાવ્યું હતું કે, આયુર્વેદમાં રુદ્રાક્ષ ગરમીના કોઠા વાળા લોકો માટે એક ઔષધી સમાન છે. જે સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રૂદ્રાક્ષને ગોરોછાનાડી વટી, ધનવંતરી ગુટકા અને મૃથાસંજીવન ગુટિકા સાથે વિભિન્ન આયુર્વેદિક ઔષધિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્વાસ્થ્યને સારુ બનાવવા માટે આયુર્વેદમાં રુદ્રાક્ષ સાથે જોડાયેલા નુસ્ખાઓ તથા ચિકિત્સકીય ઉપયોગો આ પ્રમાણે છે.
રુદ્રાક્ષના ઔષધિય ઉપયોગ રુદ્રાક્ષના પાઉડર અને બ્રાહ્મીને ભેગા કરીને ઉપયોગમાં લેવાથી મિર્ગી નામના રોગમાં ફાયદો થાય છે. રુદ્રાક્ષને દૂધમાં ઉકાળીને રોજ પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. રુદ્રાક્ષને રાતભર ગુલાબજળમાં પલાળી રાખીને આંખમાં તેના ટીંપા આઇ ડ્રોપની જેમ નાંખી શકાય છે. હાથમાં બ્રેસલેટ અથવા ગાળામાં રુદ્રાક્ષ પહેરવાથી બેચેની અને ઘબરાહટ ઓછી થાય છે. રુદ્રાક્ષને રાત્રે તાંબાના પાત્રમાં પાણીમાં પલાળીને તે પાણીનું સવારમાં સેવન કરવાથી ડાયાબિટીસ ઓછો થાય છે.
આ પણ વાંચો: એલોવિરાના 7 ફાયદા
રુદ્રાક્ષનું સેવન શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી
રુદ્રાક્ષના પાવડરને મંજીષ્ઠામાં ભેળવીને ફેસ પેકની જેમ ચહેરા પર લગાવવાથી ત્વચાના રોગ દૂર થાય છે. રુદ્રાક્ષનો એક ભાગ, શતાવરી ગુરુથા અથવા શતાવરી ઘીને 3 ભાગમાં મિલાવીને ખાવાથી મહિલાઓના હોર્મોન્સમાં સંતુલન જળવાઇ રહે છે. તેમની પ્રજનન ક્ષમતા પણ વધે છે. કોઇ પણ માધ્યમથી રુદ્રાક્ષનો ઉપયોગ કરો તેનું સેવન કરો અથવા તેને પહેરો તે વધતી ઉંમર ઓછી કરે છે. ડૉ. પી. બી. રંગનાયકુલુ જણાવે છે કે, રુદ્રાક્ષનું સેવન શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.