ETV Bharat / sukhibhava

Reverse Walking Benefits: પીઠ અને ઘુંટણના દર્દથી પીડાવ છો, તો રિવર્સ વોકિંગ કરશે મદદ

રિવર્સ વૉકિંગ (Reverse Walking For Knee Pain) પગ અને કમરની સ્નાયુઓને મજબૂત કરે છે. રિવર્સ વૉકિંગ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક (Reverse Walking Benefits) છે. જાણો રિવર્સ વૉકિંગના ફાયદા..

Reverse Walking Benefits: પીઠ અને ઘુંટણના દર્દથી પીડાવ છો, તો રિવર્સ વોકિંગ કરશે મદદ
Reverse Walking Benefits: પીઠ અને ઘુંટણના દર્દથી પીડાવ છો, તો રિવર્સ વોકિંગ કરશે મદદ
author img

By

Published : Mar 1, 2022, 2:33 PM IST

ન્યૂઝ ડેસ્ક: શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, રિવર્સ વોકિંગ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક (Reverse Walking Benefits) નીવડે છે? સૌને એ વાતનો ખ્યાલ હોય છે કે, ફિટનેસ નિષ્ણાંતો સ્વાસ્થ્ય માટે વોકિંગની ભલામણ કરે છે, આ જ રીતે રિવર્સ વૉકિંગના પણ ઘણા ફાયદા છે. રિવર્સ વૉકિંગના ફાયદા સાથે ફિઝિકલ ટ્રેનર્સ, એથ્લેટ્સ અને ફિઝિયોથેરાપિસ્ટ પણ સહમત છે.વિવિધ સંશોધનોમાં રિવર્સ વોકિંગના ફાયદા વિશે પરિક્ષણ કરાયું છે.

આ પણ વાંચો: Osteoporosis problem: ઓસ્ટિયોપોરોસિસની સમસ્યાનો કરી રહ્યા છો સામનો તો કરો આ યોગ

જાણો રિવર્સ વૉકિંગ વિશે

BMC મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે, એવા લોકો જેના ઘુંટણમાં ચોટ કે કોઇ અન્ચ સમસ્યાના કારણે પીડાતા હોય, તેવા લોકોએ રિવર્સ વોકિંગ કરવું જોઇએ. તેનાથી તેને ઘણો ફાયદો પહોંચશે. ચિરોપ્રેક્ટિક મેડિસિન જર્નલમાં ઉલ્લેખ કરાયો છે કે, નિયમિત 15 મિનિટ રિવર્સ વૉકિંગ પણ પીઠના દુખાવામાંથી રાહત આપે છે, પરંતુ રિવર્સ વોકિંગ ઘૂંટણ અને કમરના દુખાવામાં રાહત (Reverse Walking For Knee Pain) આપવા ઉપરાંત, યાદશક્તિમાં પણ સુધારો થાય છે. તે એકાગ્રતામાં વધારો કરે છે. સંશોધનમાં 114 લોકોની ચાલવાની આદત અને યાદશક્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

રિવર્સ વોકિંગની આદત શરીર માટે ફાયદાકારક

દિલ્હી સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રાહુલ ક્ષત્રિય જણાવે છે કે, રિવર્સ વોકિંગની નિયમિત આદત શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. રિવર્સ વૉકિંગ એ એક એવી કસરત છે, જેનાથી મન અને શરીર બન્ને ફાયદો થાય છે. આ સાથે દરરોજ 20-30 મિનિટ રિવર્સ વોક કરવાથી બ્લડ પ્રેશર, સ્નાયુ અને હાડકાની સમસ્યાઓથી રાહત મળે છે. જર્નલ ઑફ ફિઝિકલ થેરાપી સાયન્સમાં ઉલ્લેખ છે કે, રિવર્સ વૉકિંગથી શરીરનું સંતુલન સુધરે છે, માનસિક સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.

ડૉ. રાહુલ ક્ષત્રિયે કહ્યું.. રિવર્સ વૉકિંગના બીજા ઘણા ફાયદા છે, જેમાંથી કેટલાક નીચે દર્શવ્યા છે.

  • રિવર્સ વૉકિંગથી ઘૂંટણ અને સાંધામાં દુખાવો, જડતા, તણાવ અને સોજામાંથી રાહત મળે છે. ઉપરાંત, જેમના હેમસ્ટ્રિંગની લચીલાપણાની ઉણપ આવે અથવા જેમને આર્થરાઈટિસની સમસ્યા છે તેમના માટે રિવર્સ વૉકિંગ એ સારી તરકીબ છે.
  • રિવર્સ વૉકિંગ પીઠના સ્નાયુઓમાં લચીલાપણૂ લાવે છે સાથે જ કરોડરજ્જુની સમસ્યાઓ અને પીઠના દુખાવામાં પણ રાહત આપે છે.
  • રિવર્સ વૉકિંગ પગની પાછળના સ્નાયુઓ પર ભાર આપે છે અને પગને મજબૂત બનાવે છે. આ સિવાય રિવર્સ વૉકિંગ પણ શરીર અને મન વચ્ચે સંતુલન જાળવે છે.
  • રિવર્સ વૉકિંગથી એકાગ્રતા, ચિંતા, મનને શાંત રાખવા અને માનસિક સમસ્યાઓમાં રાહત મળે છે.

જેઓ વજન ઓછું કરવા માગે છે તેમના માટે રિવર્સ વૉકિંગ ઉત્તમ માર્ગ છે. રિવર્સ વૉકિંગ વધુ કેલરી બર્ન કરે છે, જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં પણ જણાવાયું છે કે, ઊંધું ચાલવાથી વજન ઓછું થાય છે.

આ પણ વાંચો: NATIONAL PROTEIN DAY 2022 : દિવસમાં કેટલું પ્રોટીન લેવું જોઈએ, આ રીતે આહારમાં કરો પ્રોટીનનો સમાવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.