ETV Bharat / sukhibhava

માનસિક સ્વાસ્થ્ય માટે સાત કલાકની ઊંઘ સૌથી શ્રેષ્ઠ - ઊંઘની વિક્ષેપ વૃદ્ધ વસ્તીમાં જ્ઞાનાત્મક ઘટાડો

આજની ડિજિટલ દુનિયામાં સતત અને સખત રીતે વધી રહેલા મોબાઈલના ઉપયોગને કારણે ઊંઘ ન (Sleep issue) આવવાના કેસ વધી રહ્યા છે. અથવા મોડે સુધી મોબાઈલ વાપરવાને કારણે પૂરતી ઊંઘ થતી નથી. પણ તાજેતરમાં થયેલા એક રીસર્ચમાંથી એ વાત સામે આવી છે કે, સાત કલાકની ઊંધ (Sleep soundly) કોઈ પણ વયજુથના લોકો માટે સર્વશ્રેષ્ઠ છે. ખાસ કરીને 35થી 45 અને 45થી વધારે ઉંમરના લોકો માટે (research on Sleeping habits) સાત કલાકની ઊંઘને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. Seven hours of sleep is best in middle and old age, Sleep is associated with mental health

Etv Bharatશું આપ જાણો છો માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘની આદર્શ માત્રા કેટલી

author img

By

Published : Sep 7, 2022, 5:31 PM IST

Updated : Sep 7, 2022, 5:40 PM IST

સંશોધકો કહે છે કે તેમની આધેડ વયના અને તેથી વધુ ઉંમરના લોકો માટે સાત કલાક ઊંઘની સર્વ શ્રેષ્ઠ છે. એનાથી ખૂબ ઓછી અથવા અત્યંત ઓછી ઊંઘ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આ બાબત વ્યક્તિની માનસિક સ્થિતિ જોડે જોડાયેલી છે. સંશોધકો કહે છે કે આધેડ વયના અને તેથી વધુ ઉંમરના લોકો માટે સાત કલાક ઊંઘની આદર્શ છે.

ઊંઘ ખૂબ જ મહત્ત્વનીઃ કોઈ પણ વ્યક્તિ માટે ઊંઘ ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે તે વ્યક્તિના માનસિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્યને જાળવવામાં મોટો અને મહત્ત્વનો રોલ ભજવે છે. ઊંધ વ્યક્તિના દિમાંગને હેલ્ધી રાખે છે. ઊંઘને કારણે દિમાંગમાંથી કેટલીક ખોટી વિચારધારા અને નકારાત્મકતા દૂર થઈ જાય છે. આપણે ઘણી વાર આપણી ઊંઘની પેટર્નમાં ફેરફાર જોતા હોઈએ છીએ, એટલે કે ઊંઘ કરવાની લોકોની જુદી જુદી આદત પર ચોંકી જતા હોઈએ છીએ. ઘણાને ઝડપથી ઊંધ નથી આવતી તો કોઈને સતત સુતા રહેવું ગમે છે. પણ અંતે આ બન્ને મુદ્દાઓ ઊંઘની ગુણવત્તા અને માત્રાને અસર કરે છે. જેના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે તો ક્યારેક માત્રા ઘટી જાય છે. આને કારણે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે.

50,000 પુખ્તવયના લોકો પર રીસર્ચઃ નેચરલ એજીંગમાં પ્રકાશિક એક રીપોર્ટ અનુસાર ચીન અને યુકેના વિજ્ઞાનીઓએ 50,000 પુખ્તવયના લોકો પર રીસર્ચ કર્યું હતું. જેની ઉંમર 38થી 73 વર્ષની વચ્ચે હતી. યુકે બાયોબેન્કમાં આ અંગે એક ડેટા એકઠો કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોને એમના ઊંઘવાની આદત, પેટર્ન, રીત અને માત્રા અંગે પ્રશ્નો પૂછાયા હતા. આ ઉપરાંત માનસિક સ્થિતિ, માનસિક સ્વાસ્થ્ય તથા દૈનિક સુખાકારી અંગે પણ સવાલ કરાયા હતા. સર્વેમાં ભાગ લેનારામાંથી 40,000 લોકોની બ્રેઈન ઈમેજીનરી તથા જીનેટિક ડેટાનો રીપોર્ટ તૈયાર કરાયો હતો. આ ડેટા પરથી જ્યારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એમાંથી જાણવા મળ્યું કે, લોકો પૂરતી ઊંધ લેતા નથી. જે લોકો ઊંઘ લે છે એની ગુણવત્તા સારી નથી. જેની અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે.

પરિવારિક ચિંતાઃ જેમ કે પ્રક્રિયાની ઝડપ, દ્રશ્ય ધ્યાન, મેમરી અને સમસ્યા હલ કરવાની કુશળતા વગેરે પર ઊંઘ સીધી રીતે અસર કરે છે. પણ જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, તણાવ અનુભવે છે. દૈનિક સુખાકારી સારી નથી. પરિવારિક ચિંતામાં હોય છે. તેઓ લાંબા સમય સુધી ઊંઘતા રહે છે અથવા તો ઓછી ઊંધ લે છે. સંશોધકો કહે છે કે અપૂરતી ઊંઘ અને માનસિક સ્થિરતાના ઘટાડા વચ્ચેના જોડાણને કારણે વ્યક્તિની ઊંઘમાં ખલેલ પહોંચે છે. વ્યક્તિની મેમરી-યાદશક્તિ એના કી પ્રોટીનને પણ ઓછી કે એક હદથી વધારે ઊંઘ માઠી અસર પહોંચાડે છે. વ્યક્તિમાં જ્યારે આવો કેસ મળી આવે ત્યારે મગજમાં 'ટેન્ગલ્સ'કારણ બની શકે છે.

ઓછી ઊંઘઃ ઓછી ઊંઘને કારણે ક્યારેક વ્યક્તિના સ્વભાવ ઉપર પણ અસર થઈ શકે છે. જે સારી વાત નથી. આ પહેલા થયેલા એક સર્વેમાંથી એ વાત જાણવા મળી હતી કે, ઓછી ઊંઘને કારણે વ્યક્તિને ગંભીર અસર થાય છે. તો ક્યારેક ખોટી માનસિક બળતરાને કારણે પણ ઊંઘ આવતી નથી. પણ સતત બદલાતા સુવાના સમયને કારણે વ્યક્તિની માનસિક સ્થિતિને સીધી અસર ઊભી થાય છે. જ્યારે આ અંગે રીસર્ચ કરવામાં આવ્યું ત્યારે વ્યક્તિની દિમાગી સ્થિતિમાં એક મોટા ફેરાફાર જોવા મળ્યા હતા. મગજના વિસ્તારોની રચનામાં ફેરફાર જોવા મળ્યા હતા.

નિષ્ણાંતનો મતઃ ચીનની ફુડાન યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનફેંગ ફેંગે કહ્યું: "જ્યારે આપણે નિર્ણાયક રીતે કહી શકતા નથી કે ખૂબ ઓછી અથવા વધુ ઊંઘ જ્ઞાનાત્મક સમસ્યાઓનું કારણ બને છે, પરંતુ લાંબા સમય સુધી વ્યક્તિઓને જોતા અમારું વિશ્લેષણ આ વિચારને સમર્થન આપે છે. વૃદ્ધ લોકોની ઊંઘ વધુ જટિલ હોય છે, જે આપણા દિમાંગની રચનાને અસર પહોંચાડે છે."

સંશોધકો કહે છે કે તારણો સૂચવે છે કે અપૂરતી અથવા વધુ પડતી ઊંઘનો સમયગાળો વૃદ્ધત્વમાં માનસિક સ્થિરતામાં ઘટાડા માટે જોખમ પરિબળ હોઈ શકે છે. આને અગાઉના અભ્યાસો દ્વારા સમર્થન મળે છે જેમાં ઊંઘની અવધિ અને અલ્ઝાઈમર રોગ અને ઉદાસી જેવા રોગ થવાના જોખમ વચ્ચેની કડીની જાણ કરવામાં આવી છે, જેમાં જ્ઞાનાત્મક ઘટાડો એ એક વિશિષ્ટ લક્ષણ છે.

Last Updated : Sep 7, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.